કોંગ્રેસના ઉમેદવારનો જંગી પ્રચાર:વિસનગરમાં કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે એમ.એન.કોલેજથી રેલવે સર્કલ સુધી પદયાત્રા કરી; શહેરમાંથી પણ મળ્યો સારો પ્રતિસાદ

વિસનગર14 દિવસ પહેલા

વિસનગર વિધાનસભા સીટ પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આ સીટ પર 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. તમામ ઉમેદવારો મત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને પ્રચાર કરી રહ્યાં છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે ગામડાઓમાં સારો પ્રતિસાદ મેળવ્યા બાદ શહેરમાં ચાલતા નીકળ્યા હતા અને વેપારીઓ સાથે સિધી વાતચીત કરી હતી.

વિસનગરમાં એમ.એન.કોલેજથી રેલવે સર્કલ સુધી કિરીટ પટેલ ચાલીને દરેક વેપારીઓ સાથે મળ્યા હતા. જેમાં કિરીટ પટેલને વેપારીઓ પાસેથી સારો આવકાર મળ્યો હતો. આ પદયાત્રા જન સંપર્કમાં કિરીટ પટેલને શહેરમાંથી પણ સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. જેમાં "જય ભવાની, ભાજપ જવાની" જેવા ભાજપ વિરૂદ્ધ નારા પણ કોંગ્રેસના કાર્યકરોએ લગાવ્યા હતા. આ જન સંપર્ક પદયાત્રામાં કિરીટ પટેલની સાથે કોંગ્રેસ અગ્રણી બાબુ વાસણવાળા, પૂર્વ તાલુકા પ્રમુખ પશા પટેલ, પૂર્વ શહેર પ્રમુખ મનુજી ઠાકોર, વિરોધપક્ષના નેતા શામળ દેસાઈ, અમૃતજી ઠાકોર, હેમુભાઈ રબારી, અશોકસિંહ વાઘેલા સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...