વિસનગરમાં એક યુવકે ઊંચા વ્યાજના ચક્કરમાં ઝેરી દવા પી લેતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં યુવક પાસેથી ત્રણ શખ્સોએ પૈસા આપી ઊંચું વ્યાજ માંગી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે ઝેરી દવા પી લેતા યુવકના નિવેદનને આધારે ત્રણ શખ્સો સામે વિસનગર શહેર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
પૈસા આપ્યા બાદ વ્યાજનો ખુલાસો કર્યો
વિસનગરના ગોવિંદ ચકલા ભાટવાડામાં વિસ્તારમાં રહેતો યુવક ત્રણ દરવાજા ટાવર પાસે ફૂલોની દુકાન ચલાવે છે. તેણે ફાયનાન્સર જોડેથી 6 લાખ રૂપિયા અઢી ટકાના વ્યાજે લીધા હતા. જે પૈસા તેને આઇ.સી.આઇ. બેંકના કોરા ચેક દ્વારા મળ્યા હતા. જેમાં પીડિતે 12 મહિના સુધી પૈસા ચૂકવ્યા હતા. ત્યારે ફાઈનાન્સરને પૂછતા તેણે કહ્યું હતું કે અમારે હવે કેટલા પૈસા આપવાના બાકી છે ત્યારે તેમને કહ્યું હતું કે અમે તો 30 ટકાએ પૈસા આપીએ છીએ. તારી પાસેથી હજુ 12 લાખ ચૂકવવાના બાકી છે એવું કહી પીડિત પાસેથી લખાણ લીધું હતું.
એકને પૈસા આપવા બીજા બે પાસેથી લીધા
જેમાં ત્રણ મહિના સુધી પીડિત પૈસા ચૂકવી શક્યો નહતો. તેના બાદ પૈસા ન ચૂકવી શકતા ફાઈનાન્સર દ્વારા પૈસા નહીં આપે તો જાનથી મારી નાખીશ તેમજ પત્ની અને બાળકો ને ઉપાડી જવાની ધમકી આપતા પીડિતે ફાઈનાન્સરના પૈસા ચૂકવવા માટે અન્ય બે લોકો જોડેથી પૈસા લીધા હતા. આમ આ બન્ને પણ ઊંચું વ્યાજ લેતા હોવાથી વ્યાજના ચક્કરમાં ફસાઈ જતાં રોજ રોજ મળતી ધમકીઓથી કંટાળી ગોડાઉન પર જઈ ઝેરી દવા પી લીધી હતી. જેને લઇ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આમ ઊંચું વ્યાજ લેનાર અને ધમકીઓ આપનાર ત્રણેય શખ્સો સામે વિસનગર શહેર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.