લુખ્ખા તત્વોનો વધતો જતો આતંક:વાલમમાં તારો દીકરો એક્ટિવા કેમ લઈને ફરે છે તેમ કહી ઉશ્કેરાઈને બે જણાએ મહિલાને ગડદાપાટુનો માર મારતાં ફરિયાદ

વિસનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના વાલમ ગામે 2 શખ્સોએ તારો દીકરો કલ્પેશજીની એક્ટિવા કેમ લઈને ફરે છે તેવું કહી મહિલાને ગડદાપાટુનો માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને પગલે મહિલાએ બંને શખ્સો સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
​​​​​​​વિસનગર તાલુકાના વાલમ ગામે આથમણા વાસમાં ઠાકોર હંસાબેન ઠાકોર પોતાના ઘરે વાસણ ઘસતા હતા. ત્યારે મહોલ્લામાં રહેતા ઠાકોર રમેશજી ફતાજી તથા ઠાકોર પીન્ટુજી નટુજી આવ્યા અને કહેવા લાગ્યા કે ઠાકોર કલ્પેશજી ગોપાળજી સાથે અમારે ઝઘડો થયેલો છે. તોય તારો દીકરો યોગેશ કલ્પેશજીની એક્ટિવા લઈ ફરે છે તેવું કહેતા હંસાબેને કહ્યું હતું કે ઝગડો તમારે થયો છે, તો અમારે શું? આવું કહેતા બંન્ને જણાએ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારી અને ઠાકોર પીન્ટુએ ધોકો મારતા હંસાબેનને ઇજાઓ પહોચી હતી. ઉપરાંત શખ્સો કહેતા ગયા હતા કે તારો દીકરો યોગેશ ઠાકોર કલ્પેશજી સાથે સબંધ રાખશે તો તમામને જાનથી મારી નાખીશું. આમ મહિલાને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં બે શખ્સો સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...