• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • In The Resignation Of 2 Members Of Valam Panchayat With Allegations Of Corruption, The Gram Panchayat Did Not Accept The Resignation And Handed It Over To Visnagar TDO.

ચકચાર:ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વાલમ પંચાયતના 2 સદસ્યોનાં રાજીનામાં, ગ્રામ પંચાયતે રાજીનામું ન સ્વીકારતાં વિસનગર ટીડીઓને આપ્યું

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતનું ટ્રેક્ટર અને ટ્રોલી ગુમ થતાં તપાસની માંગ કરી હતી

વિસનગર તાલુકાના વાલમ ગ્રામ પંચાયતના સદસ્ય પટેલ ચંદ્રકાન્તભાઇ મણીલાલ અને સદસ્ય ઠાકોર લાલસિંહ દ્વારા પંચાયતના ટ્રેક્ટર અને ટ્રોલી ગુમ થઇ જતાં તેની તપાસ કરવાની માંગણી કરવામાં અાવી હતી. જેમાં સમય વિતી ગયા બાદ પણ કોઇપણ પ્રકારની તપાસ ન થઇ હોવાની તેમજ અા મુદ્દે ભ્રષ્ટાચાર થયાના અાક્ષેપ સાથે બંન્ને સદસ્યોઅે પોતાના રાજીનામા અાપી દીધા હતા.

જેમાં ચંદ્રકાન્તભાઇઅે જણાવ્યું હતું કે પંચાયતના ટ્રેક્ટર અને ટ્રોલી મુદ્દે અમે રજૂઅાત કરી હતી. પરંતુ કોઇ કાર્યવાહી ન કરાતાં રાજીનામું અાપ્યું છે જેમાં પંચાયતે રાજીનામું ન સ્વીકારતાં અમો તાલુકા વિકાસ અધિકારીને રાજીનામા અાપી રજૂઅાત કરી અા મુદ્દે તપાસ કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...