પશુપાલકમાં ખુશીની લહેર:વિસનગરના રંડાલામાં પહેલા વેતરની અને 36 મહિનાની જોટિ (ભેંસ)એ દિવસનું 16.400 લીટર દૂધ આપી રેકોર્ડ બનાવ્યો

વિસનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના રંડાલા ગામે એક પહેલા વેતરની 36 મહિનાની જોટીએ ગુજરાતમાં રેકોર્ડ સર્જ્યો છે. જેમાં સામાન્ય રીતે ગુજરાતમાં પશુપાલકના ત્યાં જ્યારે ઉછેર કરી જોટી પહેલી વાર વિવાય ત્યારે અંદાજિત 3 થી 5 લીટર દૂધ આપતી હોય છે , જ્યારે સારા ઉછેર ની ક્યાંક 6 થી 7 લીટર આપતી હોય છે પરંતુ રંડાલા ગામે ઉછેરેલી 36 મહિનાની પહેલા વેતરની જોટી એ દિવસમાં 16.400 લીટર દૂધ આપી ફેસબુક લાઈવમાં વિક્રમ સર્જ્યો હતો. આમ પહેલા વેતરમાં જ બે દાંત વાળી જોટિએ સમગ્ર ગુજરાતમાં આટલું દૂધ આપનારી પ્રથમ ભેંસ બની છે. આ જોટી આગળ જતાં 25થી 26 લીટર દૂધ આપે તેવુ પણ બની શકે છે.

પહેલા વેતરની ભેંસે 16 લીટરથી વધુ દૂધ આપ્યું
વિસનગર તાલુકાના રંડાલા ગામના પશુપાલક ચૌધરી જીગ્નેશભાઈએ જણાવ્યું હતું કે, અમે વર્ષોથી બાપ-દાદા વખતથી પશુપાલન કરીએ છીએ. આ ભેંસની માતામાં અમે LDFનું સિમન્સ લગાવ્યું હતું, જે કોહિનૂર બુલનું હતું. જે બુલની પાડી અત્યારે 36 મહિનાની થઈ છે અને વિવાયાને એક મહિનો થઈ ગયો છે. અત્યારે એનું દૂધ દિવસમાં 16.400 લીટર દૂધ થયું હતું, જે અમે ફેસબુકમાં લાઇવ પણ ચલાવ્યું હતું. આ ભેંસ પહેલા વેતરની અને 36 મહિનાની છે અને આટલું દૂધ મળતા અમે ખુશ છીએ. જે આ રેકોર્ડથી અમે ઘણા ખુશ છીએ.

આ પ્રકારનું સીમન્સ ગુજરાતમાં પ્રથમ: વેટેનરી ડોકટર
આ અંગે DVAC (વેટેનરી ડોકટર) વિપુલકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, પાંચ વર્ષનો મારો અનુભવ છે, અત્યાર સુધીમાં અમે ઘણા સીમન્સ મૂક્યા છે, પણ આજ સુધી આ ભેંસ જેવું પરિણામ જોયું નથી. આ ભેંસ સારી એવી તૈયાર છે. ખેડૂત જાગૃત થઇને ભવિષ્યમાં આવી ઓલાદ તૈયાર થાય એવી અમારી આશા છે. પહેલા વેતરમાં જ આ ભેંસનું 16.400 લીટર દૂધ છે, જે અમે ચાર ટાઇમ માપ્યું છે. ગુજરાતમાં આ પ્રથમ જ છે, જે પહેલા વેતરમાં આટલું દૂધ આપતી હોય.

ભવિષ્યમાં 24થી 25 લીટર દૂધ આપી શકે
આ અંગે બીજદાન આપનાર સંસ્થા LDF Geneticsના સંદીપભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ જીગાભાઈના ત્યાં લગભગ ચાર વર્ષથી પ્રાઇવેટ LDF GENETICSના ડોઝ મુકાવતા હતા. જે એમના ત્યાં પહેલી આવી જોટી વિવાણી જે ચાર વખતનું લાઇવ દૂધ મપાયું તો 16.400 દૂધ કાઢ્યું. 16.400 દૂધ એટલા માટે મહત્વનું છે કે, જે આટલા વર્ષોનું અમારું ઓબ્ઝર્વેશન હતું કે, ગુજરાતમાં કોઈ જોટી એ પહેલા વેતરમાં આટલા બે દાંતની નાના ઉંમરની આટલું દૂધ કાઢ્યું હોય તેવું અમે જોયું નથી. જો પહેલા વેતરમાં આટલું બધું દૂધ આવે તો બીજા કે ત્રીજા વેતરમાં આ ભેંસ 24થી 25 લીટર દૂધવાળી ભેંસ થાય. જો 24 કે 25 લીટર ભેંસનુ દૂધ ભરાવતા હોય તો પશુપાલકને ઘણો બધો આર્થિક સપોર્ટ મળી શકે.

અન્ય સમાચારો પણ છે...