વિસનગર નગરપાલીકા ની આજે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં આ સામાન્ય સભાને 3 મિનિટ માં પૂરી કરી દેવામાં આવી હતી. આ સામાન્ય સભામાં પ્રમુખ સહિત 66 એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી 59 ને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા અને 7 ને ના મંજૂર કરવામાં આવ્યા હતાં.આ સામાન્ય સભામાં પાલિકાના નવ નિમણુક ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી નુ તમામ નગર સેવકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
સામાન્ય સભામાં દંડક દ્વારા એજન્ડા ની રજૂ કરીને ફકત 3 મિનિટ માં જ પ્રમુખ સ્થાનેથી મંજૂર છે તેમ કહી સભા આટોપી લેવામાં આવી હતી. આ સભામાં એજન્ડા 20 માં બગીચો ના મંજૂર કરીને તેની જગ્યાએ જય શંકર સુંદરી હોલ બનાવવો, તેમજ પ્રમુખ સ્થાને થી નગરપાલિકા હદમાં પાણીના ટેન્કર આપવામાં આવે છે તેના દર વધારવા નો પણ ઠરાવ ના મંજૂર કરી બીજા તમામ ઠરાવ પ્રમુખ સ્થાનેથી મંજૂર કરવામાં આવ્યા હતાં. આમ પાલિકા ની સભામાં ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, પ્રમુખ વર્ષાબેન પટેલ, એસ.ઓ સુધીરભાઈ, દંડક, પક્ષના નેતા તેમજ ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.