તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાસડા:વિસનગરની 150 વર્ષ જૂની પરંપરાએ નવુ સ્વરૂપ લીધુ, ખાસડાના બદલે શાકભાજી મારી ધુળેટીની ઉજવણી કરાઈ

મહેસાણા2 મહિનો પહેલા
 • ટામેટા, રીંગણા અને બટાકા મારીને ઉજવણી કરી ધુળેટીની મજા માણી

દેશભરમાં આજે રંગોળી ધુળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહેસાણાના વિસનગરમાં વર્ષોથી અનોખી રીતે ધુળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં એક બીજાને ખાસડા મારીને ધુળેટીની ઉજવળી કરવામાં આવે છે. છેલ્લા 150 વર્ષથી આ વિસ્તારમાં ખાસડા મારીને ઉજવણી કરવામાં આવે છે. જોકે, હાલના યુવાનો દ્વારા ખાસડાની જગ્યાએ શાકભાજીમાં ટામેટા, રીંગણા અને બટાકા મારીને ઉજવણી કરી ધુળેટીની મજા મળતા હોય છે

આમ તો ધુળેટી એટલે દરેકના દિમાગમાં એકજ ખ્યાલ આવી જતો હોય છે કે હોળી ધૂળેટી એટલે કલરથી રમતો તહેવાર પરંતુ મહેસાણા જિલ્લાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહી પણ એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે. વિસનગર શહેરમાં છેલ્લા 150 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. વિસનગરમાં ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહી પણ એક બીજાને ખાસડા મારવામાં આવે છે

જેને ખાસડુ વાગે તેનું વર્ષ સારું જવાની માન્યતા
વિસનગરના લોકો ખાસડા યુધ્ધ તરીકે ઓળખે છે અને કહેવાય છે કે આ ઉજવણી દરમિયાન જેને ખાસડુ વાગે તેનું સમગ્ર વર્ષ સારૂ જાય છે. જોકે,હવે સમય જતાં આ ઉજવણીમાં ખાસડાનું સ્થાન રિંગણા બટાકાએ લીધુ છે. જેથી આજે પણ વિસનગર શહેરના લોકોએ આ વર્ષો જૂની પરંપરાને ધુળેટીના દિવસે ઉજવણી કરી ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

ધુળેટીના દિવસે બજારમાં યુદ્ધ જેવો માહોલ સર્જાય છે
વિસનગરના બજાર વિસ્તારમાં ધુળેટીના દિવસે 150 વર્ષથી ખાસડા યુધ્ધની ઊજવણી ચાલી આવે છે, પરંતુ સમય જતાં હવે ખાસડાનું સ્થાન શાકભાજીએ લીધું છે જેથી વિસનગરના મંડીબજાર વિસ્તારમાં ધુળેટીની વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રામણો, કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે.

ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ખાસડા યુદ્ધ કરાય છે
બંને જૂથોએ સામસામે ખાસડાં તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતાં યુદ્ધ જેવો માહોલ રચાય છે ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જા‍ય છે. આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરે છે.

વર્ષો પહેલા આ ખાસડા યુદ્ધ મહારાષ્ટ્રમાં ચાલતું
વર્ષો પહેલા આ ખાસડા યુદ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી હતી અને તે સમયે હાલનું ગુજરાત મુંબઇ રાજ્યમાં હતું. જેથી ત્યારે આ યુદ્ધની શરૂઆત અહીંથી કરવામાં આવી હતી. જેથી અહીંના લોકો હાલના તબક્કે પણ ખાસડા યુદ્ધ અહીંયા ઉજવણી કરે છે અને આ યુદ્ધની એવી માન્યતા છે કે, જેને આ યુદ્ધમાં ખાસડુ વાગે તેનું વર્ષ સારું જાય હાલમાં આ યુદ્ધ જોવા માટે વિસનગર શહેરના લોકો વહેલી સવારથી જ બજારોના દુકાનોના ઓટલે ચડી જતા હોય છે અને આ યુદ્ધને નિહાળવા આવતા હોય છે જેમાં નાના બાળકોથી માંડી વૃધો પણ આ ખાસડા યુદ્ધમાં મજા મળતા નજરે પડતા હોય છે.

તંત્રની મનાઈ છતાં આ સાલ લોકો ધુળેટીમાં ખાસડાયુદ્ધ માટે ભેગા થયા
સમગ્ર ગુજરાતમાં હાલમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે સરકાર દ્વારા તહેવારોની ઉજવણી પર રોક લગાવી છે તેમજ જ્યાં ભીડ એકત્રિત થતી હોય તેવા વિસ્તારોમાં 4થી વધુ લોકો ભેગા થવા પર મનાઈ કરવામાં આવી છે તે છતાં આજ રોજ આ ખાસડા યુદ્ધ ની ઉજવણી કરાઈ છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

વિસનગર પોલીસે ટોળાંને વિખેરવા કાર્યવાહી કરી
​​​​​​​
જે જગ્યા પર ખાસડા યુદ્ધની પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવે છે ત્યાં આજ રોજ મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થતા પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને ખાસડા યુદ્ધ રમવા એકત્રિત થયેલા લોકો ના તોડા ને વિખેરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો