જમીન મુદ્દે મારામારી:વિસનગરના ખંડોસણમાં મહિલાએ જમીનના ભાગની માગણી કરતાં પરિવાર વાળાઓએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી, પોલીસે તપાસ હાથ ધરી

વિસનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના ખંડોસણ ગામે મહિલાએ તેના સસરા પાસે પોતાના ભાગની જમીનની માંગણી કરતા સસરા, દેરાણી અને દિયરોએ સાથે મળી મહિલાને ધોકો તેમજ ગડદાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

ખંડોસણ ગામના ભીખીબેન બાબુભાઈ ચૌધરીએ ગામની સીમમાં આવેલા ખેતરમાં ગયા હતા. ત્યારે તેમના સસરા શંકર ચૌધરી, દિયર ગણેશ ચૌધરી તથા અજીત ચૌધરી, દેરાણી ઉષાબેન એ પોતાના ખેતરમાં હાજર હતા. ત્યારે ભીખીબેનએ પોતાના ભાગની જમીનની માંગણી કરતા સસરા એ કહ્યું કે, તને કોઈ જમીનનો ભાગ મળશે નહીં તેમ કહી હાથ પર ધોકો માર્યો હતો. તેમજ દેરાણીએ ઝપાઝપી કરી હતી. બન્ને દિયરોએ ગડદાપાટુનો માર માર્યો હતો અને કહ્યું હતું કે હવે પછી જમીનની માગણી કરી તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.

આમ જમીનની માગણી કરતા સસરા શંકર ચૌધરી, દિયર ગણેશ ચૌધરી તથા અજીત ચૌધરી, દેરાણી ઉષા ગણેશ ચૌધરીએ સાથે મળી મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચારેય શખ્સો સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...