• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • In Khandosan, A Young Man Who Went To Collect Money From A Tractor Shed Was Stabbed With An Inverted Sword; A Middle aged Man Died After Being Hit By An Unknown Vehicle On Bhandu Highway

વિસનગર ક્રાઇમ:ખંડોસણમાં ટ્રેક્ટર શેડના પૈસા લેવા ગયેલા યુવકને ઊંધી તલવારના ઘા ઝીંક્યા; ભાન્ડુ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોત

વિસનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકામાં ક્રાઈમની બે ઘટના સામે આવી છે. જેમાં એક ઘટનામાં ખંડોસણ ગામે ટ્રેક્ટર શેડના પૈસા લેવા ગયેલા યુવકને એક ઈસમે ગડદાપાટુનો માર માર્યો હતો. જ્યારે આ અંગે કાકાનો દીકરો ઠપકો આપવા જતા એને પણ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે બીજી ઘટનામાં ભાન્ડુ હાઇવે રોડ પર એક અજાણ્યા ટ્રક જેવા વાહન ચાલકે આધેડને ટક્કર મારતા તેનું મોત નિપજ્યું હતું. જોકે બન્ને ઘટનાની ફરિયાદ વિસનગર તાલુકા પોલીસ મથકમાં કરાઈ છે. પોલીસે ફરિયાદ આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખંડોસણ ગામમાં પૈસા લેવા ગયેલા યુવકને ઈસમે ઊંધી તલવારથી માર્યો
વિસનગર તાલુકાના ખંડોસણ ગામના અમિત વિષ્ણુજી ઠાકોરે એમના કાકાના દીકરા ઠાકોર યુવરાજને ટ્રેક્ટર શેડના પૈસા લેવા માટે ચાવડા રાજેશ જગુજીના પાર્લર પર મુક્યો હતો. જ્યાં રાજેશે યુવરાજને અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી આ અંગે ઠાકોર અમિત રાજેશને ઠપકો આપવા જતા રાજેશ એકદમ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. તેમજ પાર્લરમાંથી તલવાર લઇ ઊંધી તલવાર અમિતના બરડાના પાછળના ભાગે મારતા બૂમાબૂમ કરી હતી. જ્યાં લોકોના ટોળા ભેગા થઈ જતાં અમિત માર ખાતા બચ્યો હતો. જ્યાં રાજેશે કહ્યું કે હવે મારી સાથે ઝગડો કરીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. આમ, ચાવડા રાજેશે બન્ને ભાઈને ગડદાપાટુનો માર મારી અમિતને જાનથી મારી નાખવાની ધમકી આપતા અમિતે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ચાવડા રાજેશ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદી આધારીત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાન્ડુ હાઇવે પર અજાણ્યા ટ્રક ચાલકે આધેડને ટક્કર મારતા મોત
વડનગર તાલુકાના જાસ્કા ગામના મનુજી લક્ષ્મણજી ઠાકોર રાત્રીના સમયે ઘરે હતા તે સમયે એમના મિત્ર ભાવેશ દેસાઈનો ફોન આવ્યો કે, તમારા પિતા લક્ષ્મણજી કચરાજી ઠાકોરનુ ભાન્ડુ હાઇવે રોડ પર અકસ્માત થયેલું છે. આ જાણી તાત્કાલિક ભાન્ડુ હાઇવે રોડ પર જઈ જોતા લક્ષ્મણજીની લાશ રોડ પર પડી હતી. જ્યાં કોઈ અજાણ્યા ટ્રક જેવા વાહને મનુજીના પિતા લક્ષ્મણજીને ટક્કર મારી મોત નિપજાવી ફરાર થઈ ગયો હતો. આમ, ફરાર ટ્રક જેવા અજાણ્યા વાહન ચાલક સામે પુત્રએ ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે ફરિયાદી આધારીત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...