તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતા:ચોરાસી કડવા પાટીદાર સમાજમાં કોરોના મૃતકોની મદદ માટે માત્ર 10 મિનિટમાં રૂ. 7 લાખ એકત્ર થયા

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમતામાં ચોરાસી સમાજની કારોબારી સભામાં પરિચય પુસ્તિકાનું વિમોચન કરાયું
  • કોરોના મહામારીમાં સમાજનાં 170 લોકોનાં અવસાન થયાં, જેમને સમાજ મદદ કરશે

વિસનગર તાલુકાના ઉમતા નજીક નાલંદા સંકુલમાં યોજાયેલી ચોરાસી કડવા પાટીદાર સમાજની કારોબારી સભા, સમાજની પરિચય પુસ્તિકાનું વિમોચન અને કોરોનામાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના શોકાંજલી કાર્યક્રમમાં પરિવારોને મદદરૂપ થવા દાનની ટહેલ નખાતાં માત્ર 10 મિનિટમાં રૂ.7 લાખ એકત્ર થયા હતા. છેલ્લા બે દિવસમાં 20 લાખ રૂપિયાના દાનની જાહેરાત થઇ હોવાનું સમાજના પ્રમુખ જશુભાઇ પટેલે જણાવ્યું હતું.

સમાજના પ્રમુખ જશુભાઇ પટેલની અધ્યક્ષ સ્થાને યોજાયેલી સભામાં અર્બન બેન્કના ચેરમેન જી.કે. પટેલ, શિવરામભાઇ પટેલ, ઉપપ્રમુખ જ્યંતિભાઇ, મહામંત્રી લીલાચંદભાઇ, પૂર્વ પ્રમુખ ડી.એમ.પટેલ, લાલભાઇ પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

સભામાં કોરોના મહામારી દરમિયાન સમાજનાં 170 લોકોનાં અવસાન થયાં છે, જેમને શોકાંજલિ આપી તેમના પરિવારને મદદ માટે આવેલી અરજીઓ સંદર્ભે પરિવારોને રોકડ મદદ માટે ટહેલ નાંખતાં 10 મિનિટમાં રૂ.7 લાખની જાહેરાત થઇ હતી.

બે દિવસમાં જ મૃતકોના પરિવારો માટે 20 લાખ ભેગા થયા : પ્રમુખ
સમાજના પ્રમુખ જશુભાઇ પટેલે જણાવ્યું કે, આજની સભામાં રૂ.7 લાખ સહિત બે દિવસમાં 20 લાખ રૂપિયા દાન આવ્યું છે. જેનો ઉપયોગ કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર પરિવારો માટે ઉપયોગમાં લેવામાં આવશે.​​​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...