તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:વિસનગરના ગણેશપુરામાં હાથ કેમ પકડ્યો તેમ કહી મારમાર્યો

વિસનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

તાલુકાના ગણેશપુરા (પુદગામ) રહેતા વ્યક્તિ ઉપર ચાર શખ્સોએ કુટુંબી ભાઇની પત્નીનો હાથ કેમ પકડ્યો તેમ કહી ગડદાપાટુનો તેમજ પથ્થર માથામાં મારી ધમકી આપતાં આ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

તાલુકાના ગણેશપુરા(પુદગામ)માં રહેતા કનુભાઇ બેચરભાઇ બજાણીયાને ગામના વિષ્ણુભાઇ ત્રિભોવનભાઇ પટેલે આવી અમારા કુટુંબી ભાઇની પત્નીનો હાથ કેમ પકડ્યો હતો તેમ કરી અપશબ્દો બોલી માર માર્યો હતો જ્યાં કનુભાઇએ બુમાબુમ કરી મુકતાં વિષ્ણુભાઇનું ઉપરાણું લઇ દોડી અાવેલ રાજુભાઇ રમણભાઇ પટેલ, અજયભાઇ કાશીરામભાઇ પટેલ અને મનુભાઇ ગોપાળભાઇ પટેલે પણ કનુભાઇને ગડદાપાટુનો માર માર્યો હતો જ્યારે મનુભાઇએ હાથમાંનો પથ્થર માથાના ભાગે મારી ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે કનુભાઇએ વિસનગર પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસમાં યરિયાદ નોંધાતા પોલસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...