આંખ ત્રાંસી હોવાથી યુવકે કર્યો આપઘાત!:ધામણવા ગામે યુવકનાં લગ્ન ન થતાં હોઈ મનમાં લાગી આવ્યું, ઘરમાં દોરડા વડે ગળે ફાંસો ખાઈ મોત વહાલું કર્યું

વિસનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના ધામણવા ગામે એક યુવકે આંખ ત્રાસી હોવાથી લગ્ન ન થતાં હોઈ મનમાં લાગી આવ્યું હતું. યુવક મનોમન ચિંતામાં રહેતો હતો અને છેવટે ઘરમાં જ દોરડા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ધટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો. વિસનગર તાલુકા પોલીસે મૃતદેહનું પી.એમ કરાવી અકસ્માતે મોતની નોંધ કરી હતી.

15 મિનિટ પહેલાં જ પિતાને મળ્યો હતો
વિસનગર તાલુકાના ધામણવા ગામે રહેતા જગાજી ભીખાજી ઠાકોર ખેતી કરી ગુજરાત ચલાવે છે. જેમને સંતાનમાં ત્રણ દીકરા છે. જેમાં વચ્ચેનો દીકરો ઠાકોર વિશાલજી (20 વર્ષ) જે અપરિણીત છે. જગાજી ઠાકોર ખેતરમાં એમની પત્નીને પાણી આપવા જતા હતા તે સમયે દીકરો વિશાલ ઘર તરફ સામે આવતા મળ્યો હતો. પંદર મિનિટ પછી બન્ને ઘરે આવતાં ઓરડામાં જતાં વિશાલ દોરડા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા બૂમાબૂમ કરતા આજુબાજુમાંથી લોકો એકઠા થઇ ગયા હતા. જ્યાં વિશાલને નીચે ઊતરતા બેભાન અવસ્થામાં હોઈ ઉદલપુર સિવિલમાં લઇ જતા ફરજ પરના ડોક્ટરે વિશાલજીને મૃત જાહેર કર્યો હતો. આમ વિશાલજીની આંખ ત્રાસ હોવાથી લગ્ન ન થતાં હોઈ મનમાં લાગી આવતા આપઘાત કર્યો હોય તેવું વિશાલજીના પિતાએ જણાવ્યું હતું. આમ પોલીસે લાશનું પી.એમ. કરાવી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...