આત્મહત્યા:ચિત્રોડીપુરામાં પરિણીતાનો ગળે ફાંસો ખાઇ આપઘાત

વિસનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે અકસ્માત મોત અન્વયે નોંધ કરી
  • પતિ મહેસાણા નોકરી ગયા બાદ ભરેલું પગલું

વિસનગર તાલુકાના ચિત્રોડીપુરા ગામમાં રહેતી 23 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ઘરના ઓરડામાં પંખા ઉપર દુપટ્ટો ભરાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. આપઘાતના કારણને લઇ રહસ્ય સર્જાયું છે. ઘટનાથી ગામમાં ચકચાર મચી હતી.ચિત્રોડીપુરા ગામમાં રહેતાં ચાૈધરી રેખાબેન હરેશભાઇના પતિ હરેશભાઇ માનસંગભાઇ ગુરુવારે મહેસાણા નોકરીએ ગયા હતા. તે દરમિયાન રેખાબેને કોઇ અગમ્ય કારણોસર ઘરના ઓરડામાં પંખા ઉપર દુપટ્ટો ભરાવી ગળે ફાંસો ખાઇ લીધો હતો.

જે અંગેની જાણ આજુબાજુમાં રહેતા લોકોને થતાં ભેગા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. રેખાબેનના મૃતદેહને મહેસાણા સિવિલમાં પોસ્ટ મોર્ટમ માટે લઇ જવાયો હતો. આ બનાવ અંગે પોલીસે તેમના પતિ હરેશભાઇ ચાૈધરીના નિવેદન આધારે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યાં રેખાબેને કયા કારણોસર મોતને વ્હાલું કર્યું તેને લઇ પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનાને લઇ ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...