બેફામ આઈસરે વૃદ્ધને ઉડાવ્યા:સદુથલા ત્રણ રસ્તા પાસે આઇસર ટ્રકે મોટરસાઇકલને ટક્કર મારી; વૃદ્ધનું સારવાર દરમિયાન મોત; પુત્રે આઇસર ચાલક સામે ગુનો નોંધાવ્યો

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના સદુથલા ત્રણ રસ્તા પાસે એક આઈસર ચાલકે પુરઝડપે આવી સામેથી આવતા મોટરસાઇકલ ચાલકને ટક્કર મારતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને પગલે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજતાં તેમના પુત્રે આઇસર ચાલક સામે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વૃદ્ધનું મોત નીપજતાં ફરિયાદ નોંધાઈ
વિસનગર તાલુકાના સદુથલા ગામના પટેલ લક્ષ્મણભાઈ ભગવાનદાસ મોટર સાઈકલ (જી.જે.02.સીઈ. 4982) લઈને કામ અર્થે નીકળ્યા હતા. ત્યારે સદુથલા ત્રણ રસ્તા પાસે પહોંચતા સામેથી એક આઇસર ટ્રક GJ.02.XX.1862 ના ચાલકે પૂરઝડપે આવી મોટરસાઇકલને ટક્કર મારતાં લક્ષ્મણભાઈ નીચે પડી ગયા હતા. જેથી તેમને શરીરના માથાના ભાગે તેમજ જમણા પગમાં ઇજાઓ થતાં સારવાર અર્થે નૂતન હોસ્પિટલ વિસનગર ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન લક્ષ્મણભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે તેમના પુત્ર સંજયભાઈ પટેલે આઇસર ગાડીના ચાલક સામે વિસનગર શહેર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...