તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:વિસનગરમાં રૂ.50 લાખના ઓક્સિજન પ્લાન્ટની સામે રૂ.1.70 કરોડ દાન આવતાં હોસ્પિટલ થેરાપી અને વેન્ટીલેટર લેશે

વિસનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિસનગરની નૂતન હોસ્પિટલમાં 50 લાખના ખર્ચે 25 એમક્યુનો પ્લાન્ટ ઊભો થઇ રહ્યો છે

વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને પગલે ફક્ત 15 દિવસમાં 50 લાખના ખર્ચે અોક્સિજન પ્લાન્ટ ઉભો કરાનાર છે. જેમાં ચાર દિવસમાં રૂ. 1.70 કરોડ દાન અેકઠું થયું હતું. જેના પગલે હોસ્પિટલે પ્લાન્ટની સાથે હવે પ્લાઝમા થેરાપી અને વેન્ટીલેટર લેવાનું નક્કી કર્યું છે.

કોરોના મહામારીને પગલે અોક્સિજનની તીવ્ર અછત સર્જાતાં દર્દીઅોને અોક્સિજન માટે ઠેર ઠેર ભટકવું પડે છે. વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલમાં પણ અોક્સિજનની અછત સર્જાતાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ પ્રકાશભાઇ પટેલે રૂ. 50 લાખના ખર્ચે કુદરતી હવામાંથી અોક્સિજન ઉત્પન્ન કરતા 25 અેમક્યુ ક્ષમતાનો પ્લાન્ટ તૈયાર કરવાનું નક્કી કર્યું હતું, જેની કામગીરી ચાલી રહી છે. ત્યારે નૂતન કેળવણી મંડળને રૂ.50 લાખના પ્લાન્ટની સામે શહેર તેમજ વિદેશમાં રહેતા દાતાઅો દ્વારા રૂ.1.70 કરોડ દાન મળ્યું છે.

જેથી હોસ્પિટલ દ્વારા વધુ વેન્ટીલેટર ખરીદવાનું તેમજ પ્લાઝમા એક્સેસ મશીન વિકસાવવા નક્કી કરાયું છે. ઉપરાંત, લિક્વિડથી ઉત્પન્ન થતા 1000 લિટરના અોક્સિજનના ક્રાયોટેન્કને 13 હજાર લિટર સુધી પહોંચાડવામાં અાવશે. કોરોનાની સારવારમાં પ્લાઝમા થેરાપી મહત્વની બની રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો