ઇમાનદારી:વિસનગરના સિનિયર સિટીઝનની ઇમાનદારી, કેશિયરે ભૂલથી વધુ આપેલા એક લાખ રૂપિયા બેંકમાં પરત કર્યા

વિસનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરની આનંદપાર્ક સોસાયટીમાં રહેતા 73 વર્ષીય જોશી મહેન્દ્રભાઇ છોટાલાલને પૈસાની જરૂર હોઇ ત્રણ દરવાજા ઢાળમાં આવેલી બેન્ક ઓફ ઇન્ડિયામાં રૂ.1.25 લાખનો ચેક કેશિયરને આપ્યો હતો. કેશિયરે ભૂલથી રૂ.1.25 લાખને બદલે 2.25 લાખ આપી દીધા હતા.

આ સમયે મહેન્દ્રભાઇ પૈસા ગણ્યા વગર થેલીમાં મૂકી ઘરે નીકળી ગયા હતા. પરંતુ ઘરે જઇ પૈસા ગણતાં એક લાખ રૂપિયા વધુ હોવાનું માલુમ પડ્યું હતું. આથી તેમના પરિવારના સભ્યને લઇ બેન્કમાં પરત આવી રૂ.એક લાખ પરત કર્યા હતા. મહેન્દ્રભાઇની ઇમાનદારીને બેન્ક મેનેજર રાજેશભાઇ ચાૈધરી સહિત સ્ટાફે બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...