તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

155 વર્ષ જૂની પરંપરા:વિસનગરના પોયડાના માઢમાં પથ્થર-લોખંડના ઘર્ષણથી ઉત્પન્ન અગ્નિથી હોળી પ્રગટાવાઇ

વિસનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 155 વર્ષ જૂની પરંપરા મુજબ હોળી પ્રગટ્યા બાદ મહોલ્લાના પાટીદારો ભવાઇના વેશ કાઢે છે

વિસનગરમાં પોયડાના માઢમાં છેલ્લા 155 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ સોમવારે લોખંડ અને પથ્થરના ઘર્ષણથી ઉત્પન્ન થયેલા અગ્નિથી હોળી પ્રગટાવાઇ હતી. જે ભાટવાડો, જાનીવાડો, ચાંદપરા સહિતના વિસ્તારોમાં રહીશો લઇ ગયા હતા. ફતેહ દરવાજા વિસ્તારના પટેલ મંગળદાસ મોહનદાસે 70 વર્ષ સુધી પથ્થર અને લોખંડ વડે હોળી પ્રગટાવી હતી. ચાર વર્ષ અગાઉ તેમનું અવસાન થતાં પૌત્ર શીરીજ રમેશભાઇ પટેલ ચકમકથી હોળી પ્રગટાવે છે.

આવી રીતે પ્રગટાવવામાં આવે છે હોળી
લોખંડ અને પથ્થરના ઘર્ષણથી પડતા તણખાથી સુતર સળગાવાય છે. તે સુતરને સુતરાઉ કાપડ વચ્ચે ફીટ કરી હલાવી પવન આપી આગને તેજ બનાવાય છે. ત્યાર બાદ તેનાથી પૂળા સળગાવી હોળી પ્રગટાવાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો