વિસનગરમાં પરિણીતા પર દુષ્કર્મ:પરિવારને મારી નાખવાની ધમકી આપી રાજસ્થાન લઈ જઈ મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્ચું

વિસનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બનાવ અંગે પરિણીતાએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી

વિસનગર તાલુકાના ગોઠવા ગામે પરિણીતા સાથે તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી છે. જેમાં પરિણીતાને ગોઠવા ગામના જ શખ્સે રાજસ્થાન લઈ જઈને તેની સાથે મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજારતા પરિણીતાએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વિસનગર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
વિસનગર તાલુકાના ગોઠવા ગામના ઠાકોર દિનેશજી કાનાજીએ ગામની પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ તેના પતિ અને દીકરીને મારી નાખવાની ધમકી આપી પરિણીતાની મરજી વિરૂદ્ધ ત્રણ વાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેમાં પરિણીતાને ધમકી આપી રાજસ્થાનના એક રૂમમાં લઇ જઇ તેની મરજી વિરૂદ્ધ રાત્રે ત્રણ વાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેને લઇ પરણિતાએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં દિનેશજી કાનાજી ઠાકોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં વિસનગર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...