સહકાર સંમેલન:ગુજરાત મોડલમાં સહકારી ક્ષેત્ર સિવાય કંઈ જ નથી : વિપુલ ચૌધરી

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસનગરમાં આદર્શ સંકુલમાં સહકાર સંમેલન યોજાયું

વિસનગર શહેરના અાદર્શ સંકુલમાં શુક્રવારના રોજ યોજાયેલ સહકાર સંમેલનમાં બોલતા પૂર્વ ગૃહમંત્રી અને દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલભાઇ ચાૈધરીઅે જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્ર સિવાય ગુજરાત મોડલમાં કંઈ જ નથી. દેશ અને દુનિયામાં ગુજરાતની ઓળખ અમૂલ અને દુધ સાગર ડેરી જ છે. સહકારી ધોરણે ઉભી થયેલી આવી સંસ્થાઓ સરકાર ઉભી કરી શકી નથી ત્યારે સારી ચાલતી આવી સંસ્થાઓમાં સરકારે બિનજરૂરી ચંચુપાત ન કરવો જોઈએ અને દુધ દોહનારી બહેનોની સેવા કરવી એ વિપુલ ચૌધરીની નિયતિ હોવાનું જણાવ્યું હતું.

અાદર્શ સ્કુલ ખાતે યોજાયેલ સંમેલનની શરૂઅાતમાં જાહેરમાં વિસનગરની સરકારી બી. અેડ. કોલેજની જમીન અારોગ્યમંત્રીના પૂત્રના નામે વેચાણ રાખી તેમાં મોટો નફો મેળવી અાપી દેવાની, અેપીઅેમસીમાં ખરીદ કેન્દ્રો ઉપર રાજસ્થાનથી મગફળી લાવી જુદા જુદા ખેડૂતોના નામે ઉંચા ભાવે વેચી 17 કરોડનું મગફળી કાૈભાંડ કરવા, બંધ થયેલ વિસનગર નાગરિક બેન્કને પુન: શરૂ કરવા કોઇ જ કામગીરી ન કરવા તેમજ ફડચામાં થયેલ સ્પીનીંગ મિલને ચાલુ કરવાને બદલે સસ્તામાં જમીન ખરીદી માર્કેટો બનાવવા સહિતના ઠરાવોને અલગ અલગ અગ્રણીઅોઅે વાંચન કરવામાં અાવ્યું હતું.

જ્યારે વિપુલભાઇ ચાૈધરીઅે સહકારી ક્ષેત્રેને સ્વાયત રાખવામાં આવે તેમજ ગુજરાત મોડલની વાત કરતાં તેમણે સહકારી ક્ષેત્ર સિવાય ગુજરાત મોડેલમાં કંઈ જ નથી.અમુલ અને દુધ સાગર ડેરીએ ગુજરાતની વૈશ્વિક ઓળખ છે.સરકાર આવી સંસ્થાઓ ઉભી કરી શકી નથી ત્યારે તેમાં સરકારે બિનજરૂરી ચંચુપાત ન કરવો જોઈએ.

વ્યક્તિ સભ્ય તરીકે સ્વ.મોતીભાઈ ના ધર્મપત્ની માંગીકાકીને 90 વર્ષે કોર્ટમાં લઇ જઇ સરકાર શું કરવા માંગે છે. સહકારી સંસ્થાઓનું જતન કરવાની સરકારની જવાબદારી બને તેના બદલે મહેસાણા ડેરીની ચુંટણી વિસનગરમાં કરીને અસહકાર ભર્યા વર્તન માટે રૂષિકેશભાઇ પટેલના રાજીનામાની તેમણે માંગણી કરી હતી. અા પ્રસંગે પૂર્વ મંત્રી કિરીટભાઇ પટેલ, મોટાભાગના કોંગ્રેસી અગ્રણીઅો, સહકારી અગ્રણીઅો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...