બસે લીધો યુવતીનો જીવ:બાસણા નજીક બાઈક અને એસ.ટી બસ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો; બાઈક પર બેઠેલી યુવતીનું ઘટનાસ્થળે મોત

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના બાસણા નજીક મગરોડા જવાના રોડ તરફ ગંભીર અકસ્માત સર્જાયો. બાસણા સીમમાં બાઇક વળાંકમાં સામેથી અચાનક એસ.ટી.બસ આવી જતા બાઇક ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બાઇક સ્લીપ ખાઈ જતાં પાછળ બેઠેલ યુવતી નીચે પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને ઘટનાસ્થળે જ યુવતીનું મોત નિપજ્યું હતું. પોલીસે પી.એમ કરાવી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહેસાણા ખાતે રહેતા પરષોત્તમભાઈ દાનાભાઈ પરમાર ગાર્ડ તરીકે નોકરી કરી ગુજરાન ચલાવે છે. જેમને સંતાનમાં 3 બાળકો છે. જેમાંથી સૌથી નાની દીકરી માલતીબેન ફાઇનાન્સ બેંકમાં નોકરી કરતી હતી. જ્યાં માલતીબેન નોકરી અર્થે મગરોડાથી બાસણા રોડ તરફ પોતાના મિત્રના બાઇકમાં આવતી હતી. તે દરમિયાન બાસણા સીમમાં બાઇક વળાંકમાં સામેથી એસ.ટી. બસ અચાનક આવી જતા બાઇક ચાલકે કાબૂ ગુમાવતા બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી. જેમાં પાછળ બેઠેલ માલતીબેન બાઇકમાંથી નીચે પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યાં 108 એમ્બ્યુલન્સ આવી જેણે માલતીબેનને સ્થળ પર મૃત જાહેર કરી હતી. ત્યારબાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃ​​​​​​​તદેહનું પી.એમ કરાવી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...