તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૂંટ:વિસનગરમાં માટી હટાવવાના ઝઘડામાં સોનાના દોરાની લૂંટ, લોખંડની પાઇપથી હુમલામાં એક ઇજાગ્રસ્ત, લોખંડની પાઇપથી હુમલામાં એક ઇજાગ્રસ્ત

વિસનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિસનગરના ફતેહ દરવાજા વણકર વાસમાં ઘરની બાજુમાં રસ્તામાં રોડા અને માટીના ઢગલા હટાવવા મુદ્દે ઉશ્કેરાઇ ગયેલા શખ્સે પાઇપ વડે હુમલો કરી સોનાનો દોરો લૂંટી લીધો હોવાની ફરિયાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

શહેરના ફતેહ દરવાજા વિસ્તારમાં રહેતા ભાવિક ચંદ્રકાન્તભાઇ પરમાર ગત 30 નવેમ્બરના રોજ તેમના ઘર નજીક રસ્તામાં રોડા અને માટીનો ઢગલો પડેલો હોઇ મજૂર મારફતે છકડામાં ભરાવતા હતા. દરમિયાન મહોલ્લામાં રહેતા પરમાર નરેશ ભીખાભાઇએ મને પૂછ્યા વગર કેમ ભરાવે છે કહેતાં ભાવિકભાઇએ અવરજવરમાં તકલીફ પડતી હોવાનુ કહેતાં નરેશભાઇએ ઉશ્કેરાઇ જઇ બાથ ભીડી તેમના ગળામાં રહેલો રૂ. 75 હજારની કિંમતનો સોનાનો દોરો ઝુંટવી ફરાર થઇ ગયા હતા અને થોડીકવાર પછી લોખંડની પાઇપ લઇને આવી માથામાં મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ઇજાગ્રસ્ત ભાવિકભાઇ પરમારે વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો