મારી નાંખવાની ધમકી:તારા પતિને ઘરની બહાર કાઢ આજે મારી નાખવો છે, વિસનગર તાલુકાના ગણેશપુરા (પુદગામ)ની ઘટના

વિસનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 શખ્સો​​​​​​​ સહિતના ટોળા સામે રાયોટિંગની ફરિયાદ

વિસનગરના ગણેશપુરા (પુદગામ)માં રહેતી યુવતીએ ગામના 5 શખ્સો તેમજ 8 થી 10 માણસોના આવેલા ટોળાએ તારા પતિને ઘરની બહાર કાઢ આજે તો મારી નાખવો છે કહી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. ગણેશપુરા (પુદગામ)માં રહેતા સથવારા શ્રધ્ધાબેન અલ્પેશકુમાર સોમવારે રાત્રે તેમની માતા પારૂલબેન દિલીપભાઇ સથવારા સાથે ઘરે હતા.

દરમિયાન ગામના પટેલ અજય કાશીરામ, પટેલ વિષ્ણુ કાશીરામ, પટેલ કાશીરામ વેલજીભાઇ, પટેલ મુકેશ માધવલાલ, પટેલ હિમાંશુ ગણેશભાઇ સહિત 8 થી 10 શખ્સોએ આવી તારો પતિ અલ્પેશ ક્યાં છે, તેને બહાર કાઢ આજે તો તેને મારી નાંખવો છે તેમ કહી અજય અને હિમાંશુએ કાલે તારા પતિએ અમોને ગાળો બોલેલ છે.

શ્રધ્ધાબેને મારા પતિ ઘરે હાજર નથી, જેથી આ લોકો મારી નાંખવાની ધમકી આપતાં શ્રધ્ધાબેને વિસનગર તાલુકા પોલીસ મથકમાં 5 શખ્સો તેમજ 8થી 10 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...