વિસનગરના વડનગરી દરવાજા વિસ્તારમાં અાવેલ અને 84 વીઘામાં પથરાયેલ અૈતિહાસિક દેળીયા તળાવમાં ગંદકીના ઢગ જામતાં અાજુબાજુમાં અાવેલ ધાર્મિક સ્થળો ઉપર દર્શન કરવા અાવતા શ્રધ્ધાળુઅોમાં ગંદકીને કારણે દુર્ગંધ મારતી હોવાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તળાવની સફાઇ કરવા માંગણી ઉઠવા પામી છે. જ્યાં પાલિકા દ્વારા અેક વર્ષ અગાઉ પાંચ લાખ રૂપિયાના ખર્ચે દેળીયા તળાવની સફાઇ માટે કોન્ટ્રાક્ટ અાપવામાં અાવ્યો હતો જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામ અધુરૂ છોડી દેવાતાં તેનું અડધુ પેમેન્ટ પાલિકાઅે અટકાવી દીધું હતું.
દેળિયા તળાવની અાજુબાજુ છબીલા હનુમાનજીનું મંદિર, શનિ દેવતાનું મંદિર તેમજ રામજી મંદિર સહિતના ધાર્મિક સ્થળો અાવેલા હોવાથી અા રોડ ઉપર શ્રધ્ધાળુઅોનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે.જ્યાં અા તળાવમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીના ઢગ જામ્યા હોવાથી ભારે દુર્ગંધ ફેલાતાં દર્શનાર્થે અાવતા શ્રધ્ધાળુઅોમાં ભારે રોષ ફેલાઇ જવા પામ્યો છે અને તળાવની તાકીદે સફાઇ કરવામાં અાવે તેવી માંગણી ઉઠવા પામી છે.
અા અંગે શ્રધ્ધાળુઅોના જણાવ્યા પ્રમાણે અહીના ધાર્મિક સ્થળોની સાથે સાથે તળાવની પણ અેક ઇતિહાસગાથા છે અને તળાવની વચ્ચે અાવેલ નગીનાવાડીમાં પણ ગાંડા બાવળોઅે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે અને તળાવમાં પણ ભારે ગંદકી હોવાથી રોગચાળાની ભિતી સેવાઇ રહી છે. જેથી તળાવ અને નગીનાવાડીની સફાઇ કરી તેને રમણીય બનાવવામાં અાવે તેવી શહેરીજનોની માંગણી છે.
પાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલે જણાવ્યું કે અગાઉ અા તળાવની સફાઇ કરવા અમે પહેલ કરી ટેન્ડરીંગ પ્રક્રિયા કરી સફાઇનો કોન્ટ્રાક્ટ અાપવામાં અાવ્યો હતો જેમાં કોન્ટ્રાક્ટ દ્વારા સફાઇ કરાઇ હતી પરંતુ જાળવણી ન કરી દેવાતાં તેનું પેમેન્ટ પણ અટકાવી દેવાયું હતું. જો કે અા તળાવ મોટુ હોવાથી તેમાં મોટી મશીનરી તેમજ ખર્ચ પણ વધારે થાય તેમ હોવાથી અાગામી સમયમાં તળાવની તેમજ નગીનાવાડીની સફાઇ માટે સરકાર પાસેથી ગ્રાન્ટ માંગવામાં અાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.