તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:વિસનગરના તરભમાં 9 જાન્યુઆરી એ ભંડારામાં ગાદીપતિની ચાદરવિધિ, બાપુનું વાળીનાથમાં ભવ્યશિવધામ બનાવવાનું સ્વપ્ન હતું

વિસનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રબારી સમાજના ધર્મગુરૂ વાળીનાથ ધામના ગાદીપતિ મહંત બળદેવગીરી બાપુ બ્રહ્મલીન થતાં તેમને સમાધી અપાયા બાદ આગામી 9મી જાન્યુઆરીના રોજ યોજાનાર ભંડારામાં દેશભરના સાધુ સંતોની ઉપસ્થિતિમાં જયરામગીરી બાપુની ચાદરવિધિ કરવામાં આવશે. જ્યારે સોમવારના રોજ નજીકના સંતો દ્વારા શંભુ લોટનો કાર્યક્રમ આયોજન કરવામાં આવનાર છે.

વાળીનાથ અખાડાના મહંત બળદેવગીરી બાપુ બ્રહ્મલીન થતાં સાધુ-સંતો તેમજ હજારો શ્રધ્ધાળુઓની હાજરીમાં બાપુની શોભાયાત્રા કાઢી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સમાધી આપવામાં આવી હતી. જ્યાં સોમવારના રોજ તરભ વાળીનાથ અખાડા ખાતે નજીકના 20 સંતો દ્વારા શંભુ લોટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રસાદ બનાવી બાપુની સમાધી ઉપર ધરવામાં અાવશે અને તે પ્રસાદ સંતોને આપવામાં આવશે. જ્યારે આગામી 9 જાન્યુઆરીના રોજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરના સંતોની ઉપસ્થિતિમાં નવીન ગાદીપતી જયરામગીરી બાપુની ચાદરવિધિ કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો