ફરિયાદ:નાનીવાડાના પૂર્વ પોસ્ટ માસ્તરે ગ્રાહકોના 22 હજાર ઉપાડી ઉચાપત કરતાં ફરિયાદ

વિસનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુકન્યા સમૃધ્ધિમાં બે મળી કુલ ચાર ગ્રાહકોના 22 હજાર ઉપાડી લીધા હતા

ખેરાલુના નાનીવાડાના પોસ્ટ માસ્તરે વર્ષ 2009થી 2018 દરમિયાન ફરજ દરમિયાન સુકન્યા સમૃધ્ધિમાં અાવેલ બે ગ્રાહકોના નાણાં તથા અેક ગ્રાહકના ગ્રામીણ ટપાલ જીવનવીમાના પ્રિમીયમ તેમજ અેક ગ્રાહકના અેકાઉન્ટમાંથી 22,116 રૂપિયા ઉપાડી લીધા હતા જેમાં પોસ્ટ માસ્તર સામે થયેલ ઇન્કવાયરી અને અોડીટમાં પોસ્ટમાસ્તરે ઉચાપત કરી હોવાનું બહાર અાવતાં વિસનગર સબ ડિવિઝનના પોસ્ટ ઇન્સપેક્ટરે ુ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ગ્રામીણ ટપાલ જીવન વીમામાં પરમાર રમેશભાઇ શંકરભાઇઅે 4316 રૂપિયા તેમજ શેખ રોશનબેન રસુલભાઇઅે 4800 જમા કરાવ્યા હતા જેની ગ્રાહકોને પાસબુકમાં નોંધ અને સિક્કો કરી અાપ્યો હતો પરંતુ પોસ્ટ અોફિસના દફતરે જમા લીધા ન હતા, ઇન્કવાયરી કરવામાં અાવી હતી જેમાં તેમણે ગ્રાહકોના પૈસા અંગત વપરાશ માટે ઉપાડી લઇ કાયમી ઉચાપત કર્યાનું બહાર અાવતાં મહેસાણા ડિવિઝન દ્વારા ફરિયાદ કરવાનો હૂકમ કરાતાં વિસનગર સબ ડિવિઝનના ઇન્સપેક્ટર પટેલ નેહલકુમાર હર્ષદભાઇઅે ખેરાલુ પોલીસ મથકે રાઠવા રાહુલ રણછોડભાઇ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...