પોલીસની સફળ ટ્રેપ:વિસનગરમાં બાવળની જાળીમાંથી વિદેશી દારૂ ઝડપાયો, શહેર પોલીસે ધૂળીમાના પરા વિસ્તારમાંથી 31 બોટલ દારૂ પકડ્યો

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર શહેર પોલીસે બાતમીના આધારે ધૂળીમાના પરા વિસ્તારમાંથી શેડની બાજુમાં બાવળની જાળીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. જેમાં પોલીસે કુલ 31 બોટલ દારૂ ઝડપી પાડી ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિસનગર શહેર પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનમાં હાજર હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે ધૂળીમાના પરા વિસ્તારમાં રહેતા ઠાકોર કનુજી જીવણજી પોતાના કબજા ભોગવટાના પતરાના શેડની બાજુમાં બાવળની જાળીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેપાર ધંધો કરે છે. તે બાતમીના આધારે રેડ કરતા બાવળની જાળીમાં જઈ તપાસ કરતા ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. જેમાં પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂ બોટલ નંગ 31 કિંમત રૂ. 6120 મુદ્દામાલ કબજે લઇ ફરાર ઇસમ સામે વિસનગર શહેર પોલીસ મથકમાં પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...