મુલાકાત:મંત્રી બન્યા બાદ પહેલીવાર ઋષિકેશ પટેલે વિસ્તારના પ્રશ્નો સાંભળ્યા

વિસનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુધવારને બદલે દર રવિવારે વિસનગર ધારાસભ્ય કાર્યાલયે મળશે

વિસનગરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશભાઇ પટેલ રવિવારના રોજ લાંબા સમયગાળા પછી સ્થાનિક પ્રજાજનોની સમસ્યા સાંભળવા માટે ધારાસભ્ય કાર્યાલયે અાવી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. ઋષિકેશ પટેલ હવે વિસનગરના લોકોને ધારાસભ્ય કાર્યાલયે બુધવારને બદલે દર રવિવારે મ‌ળશે.

વિસનગર ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલ અગાઉ શહેર અને તાલુકાના લોકોની સમસ્યા સાંભળવા દર બુધવારે ધારાસભ્ય કાર્યાલય ઉપર બેસતા હતા પરંતુ અારોગ્ય મંત્રીનો વિભાગ અપાતાં બુધવારે મળતા બંધ થઇ ગયા હતા. જ્યાં લાંબા સમય ગાળા બાદ અારોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલ રવિવારે ધારાસભ્ય કાર્યાલય ઉપર અાવી સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી પ્રજાજનો સાથે રહી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. અને મોટાભાગના પ્રજાજનોને હકારાત્મક જવાબો અાપ્યા હતા. અા અંગે ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે કોઇ સરકારી કામકાજ ન હોય તો દર રવિવારના રોજ વિસનગરના પ્રજાજનોને સાંભળવા માટે ધારાસભ્ય કાર્યાલય ઉપર બેસવાનું નક્કી કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...