તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદ્દામાલ જપ્ત:વિસનગર તા.પંચાયત પ્રમુખ સહિત પાંચ કાંસામાં જુગાર રમતાં ઝડપાયા

વિસનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તા.પં.પ્રમુખ પ્રવિણ પટેલ, કાંસા પૂર્વ સરપંચ અમૃત પટેલ સામે ગુનો
 • રોકડ રૂ.10 હજાર, 4 મોબાઇલ, બે બાઇક મળી રૂ.52,200નો મુદ્દામાલ જપ્ત

વિસનગર તાલુકાના કાંસા એનએ વિસ્તારમાં નર્સરીની બાજુમાં બુધવારે તાલુકા પોલીસે બાતમીને આધારે રેડ કરી તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવિણ પટેલ, કાંસા ગામના પૂર્વ સરપંચ અમૃત પટેલ સહિત પાંચને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે રોકડ રૂ.10 હજાર, ચાર મોબાઇલ અને બે બાઇક મળી રૂ.52,200નો મુદ્દામાલ કબજે લઇ ગુનો દાખલ કર્યો છે.તા.પં.પ્રમુખ જુગાર રમતા પકડાયાની વાત લોકોમાં ચર્ચાસ્પદ બની હતી. શહેરના કાંસા એનએ વિસ્તારમાં આવેલી ભવાની નર્સરીની બોરની ઓરડીની બાજુમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની તાલુકા પોલીસને બાતમી મળી હતી. જેના આધારે તાલુકા પીએસઆઇ ટી.બી. વાળા સહિતના સ્ટાફે રેડ કરતાં તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવિણ રેવાભાઇ પટેલ, કાંસા ગામના પૂર્વ સરપંચ પટેલ અમૃત ત્રિભોવનદાસ, પટેલ મુકેશ બાબુભાઇ, પટેલ ભલાભાઇ ઉર્ફે ભરત નારાયણભાઇ અને પટેલ રમેશ મણીલાલ (રહે. તમામ કાંસા) જુગાર રમતાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી જુગાર સાહિત્ય સાથે રૂ.10 હજાર રોકડ, ચાર મોબાઇલ અને બે બાઇક મળી રૂ.52,200નો મુદ્દામાલ કબજે લઇ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો