લાઈટના અજવાળે જુગાર જામ્યો:કાંસા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા, એક ફરાર; પોલીસે રૂ. 74,570 નો મુદ્દામાલ કબજે કર્યો

વિસનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાતમીના આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડયા

વિસનગર તાલુકાના કાંસા ગામેથી પોલીસે બાતમીના આધારે લાઈટના અજવાળે શ્રાવણીયો જુગાર રમતા 5 શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે 1 શખ્સ ફરાર થઈ ગયો હતો. પોલીસે જુગાર સાહિત્ય સહિત રૂ.74,570 નો મુદ્દામાલ કબજે કરી તમામ ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વિસનગર શહેર PI એસ.એસ.નિનામાની સુચનાર પોલીસ સ્ટાફના માણસો PSI બી.વી.ભગોરા, ASI બળવંતસિંહ શિવાજી સહિતના પોલીસ જવાનોએ પ્રોહિબિશન જુગારની પ્રવુતિ અટકાવવા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સયુંકત બાતમી મળી હતી કે કાંસા ગામે ઠાકોર છનાજી લક્ષ્મણજી રહે. કાંસા ગોંદરિયા પરા, ઠાકોર વાસમાં એ બહારથી માણસો બોલાવી માતાના મંદીરની પાછળ ખુલ્લી જગ્યામાં લાઈટના અજવાળે હાર જીતનો જુગાર રમાય છે. તે બાતમીના આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં 1 શખ્સ ફરાર થઈ ગયો હતો. જ્યાં પોલીસે જુગાર સાહિત્ય સહિત રોકડ રકમ રૂ. 33,340 તથા મોબાઈલ નંગ 3, તેમજ મોટર સાઇકલ કિંમત રૂ. 30,000 મળી કુલ રૂ. 74570 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ પોલીસે પાંચ ઇસમોની ધરપકડ કરી ફરાર આરોપી સહિત વિસનગર શહેર પોલીસ મથકમાં જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પકડાયેલ શખ્સોના નામ
1- મુકેશ ભાઈ બાબુભાઈ પટેલ રહે. કાંસા

2- ભરતજી ચંદુજી ઠાકોર રહે. કાંસા

3- વિજયજી છનાજી ઠાકોર રહે. કાંસા

4 - સોનું અમરસિંગ કોલી, રહે. કાંસા મૂળ રાજસ્થાન

5- વિજયસિંહ શ્રીકિશન કોલી રહે. કાંસા, મૂળ રાજસ્થાન

ફરાર શખ્સ
છનાજી લક્ષ્મણજી ઠાકોર રહે. કાંસા

અન્ય સમાચારો પણ છે...