વિસનગર તાલુકાના પોલીસ દ્વારા રેડ કરતાં જુગારીઓમાં દોડધામ મચી જવા પામી છે. જેમાં વિસનગર તાલુકાના કામલપુર (ગોઠવા) ગામે જુગાર રમતા પાંચ ઈસમો ને ઝડપી લઈ તેમની વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બાતમીના આધારે પોલીસે ઝડપી પાડ્યાં
વિસનગર તાલુકા પોલીસ ને બાતમી મળી હતી કે કામલપુર (ગોઠવા) ગામે કેટલાક ઈસમો રાત્રિ દરમિયાન ટોર્ચ ના અજવાળે જાહેરમાં જુગાર રમાય છે તે આધારે પી.એસ.આઇ જી.સી.પવાર, હેડ.કોન્સ. દિનેશભાઈ, જગદીશભાઈ સહિતના સ્ટાફ રેડ કરતા ભાવેશભાઈ ગોવિંદભાઈ ચૌધરી, મુકેશજી રવાજી ઠાકોર, મનીષગિરિ બચુગીરી ગૌસ્વામી, રણજીતજી નરસંગજી ઠાકોર, જોરાજી ડાહ્યાજી ઠાકોર ને જુગાર રમતા ઝડપી લીધા હતા. જેમની પાસેથી પોલીસે જુગાર સાહિત્ય સહિત રોકડ રકમ રૂ. 11,180 કબજે લઇ તમામ ઈસમો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.