આજે ગુરુપૂર્ણિમા:વિસનગરનાકેટલાક મંદિરોમાં મહોત્સવ મોકૂફ

વિસનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘરે જ રહી ગુરુ મહારાજની પૂજા કરવા અપીલ

વિસનગર શહેર અને તાલુકામાં રવિવારે ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે  મોટા ભાગના મંદિરો બંધ રહેશે. શ્રધ્ધાળુઓને ઘરે જ રહી ગુરુ મહારાજની પૂજા અર્ચના કરવા અપીલ કરાઇ છે. 

કોરોનાની મહામારીને પગલે સદુથલાના ઉમેદપુરી ધામના ટ્રસ્ટીઓએ અગાઉથી મહોત્સવ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો

ગુરુપૂનમે વિસનગર તાલુકાના સદુથલા, કડા સિધ્ધેશ્વરી માતાના મંદિરે, સુંશી અને તરભમાં લોકમેળા યોજાય છે અને હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવી ગુરુ મહારાજની પૂજા કરે છે. આ વર્ષે કોરોનાની મહામારીને પગલે સદુથલાના ઉમેદપુરી ધામના ટ્રસ્ટીઓએ અગાઉથી મહોત્સવ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. જ્યારે કડા-દગાવાડીયા રોડ સ્થિત સિધ્ધેશ્વરી માતાના મંદિરે પણ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે. ઉપરાંત, તાલુકાના તરભ ગામમાં આવેલ સમસ્ત માલધારી સમાજની ગુરુગાદી વાળીનાથ અખાડા ખાતે બળદેવગીરી બાપુના સાનિધ્યમાં ઉજવાતો ગુરુપૂર્ણિમા મહોત્સવ તેમજ સુંશી જ્ઞાન સાધના આશ્રમ ખાતે પણ ટ્રસ્ટ  દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવ મોકૂફ રખાયો છે. શ્રધ્ધાળુઓને ઘરે રહીને પૂજા આરાધના કરવા અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...