તંત્ર મસ્ત પ્રજા ત્રસ્ત:વિસનગરના કમાણા રોડ ઉપર ગટરનું પાણી રોડ પર રેલાતાં રોગચાળાની ભીતિ

વિસનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગટરલાઇન માંથી પાણી બહાર નીકળવાની સમસ્યાને દૂર કરવા રહીશો માંગ

વિસનગર શહેરના કમાણા રોડ ઉપર અાવેલ રામનગર સોસાયટી પાસે ગટરનું પાણી રોડ ઉપર અાવી જતાં ગંદા પાણીને લઇ ફેલાયેલ દુર્ગંધથી અાજુબાજુમાં રહેતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને અા અંગે પાલિકામાં રજૂઅાત બાદ પણ સફાઇ ન કરાતાં અા વિસ્તારમાં રોગચાળાની દહેશત વ્યાપી છે.

શહેરના કમાણા રોડ ઉપર રામનગર સોસાયટીથી સરસ્વતી સોસાયટી તરફ જતા રોડ ઉપર ગટરનું પાણી રોડ ઉપર અાવી જતાં ભારે દુર્ગંધ ફેલાઇ છે જેના કારણે અાજુબાજુમાં રહેતા સોસાયટીના રહીશો ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જે અંગે રહીશો દ્વારા અા અંગે પાલિકામાં રજૂઅાત કરી ગટરનું પાણી રોડ ઉપર ફેલાતું અટકાવવા જણાવ્યું હતું જેમાં પાલિકાના કર્મચારીઅો જોઇને ગયા બાદ પણ કોઇ કાર્યવાહી ન કરાતાં રહીશોમાં હાલમાં ડેન્ગ્યુ અને ચિકન ગુનિયાના કહેર વચ્ચે રોગચાળાની દહેશત વ્યાપી જવા પામી છે. સોસાયટીના રહીશોને પાલિકાના કર્મચારીઅોઅે અા ગટરલાઇનનો જોઇન્ટ ન હોવાથી પાણી બહાર અાવતું હોવાનું જણાવ્યું હોવાથી રહીશોમાં અા ગંદકીની સફાઇ ક્યારે થશે તેને લઇ રહીશો ભારે વિમાસણમાં મુકાયા છે. અા ગટરલાઇનમાંથી પાણી બહાર નીકળવાની સમસ્યાને તાકીદે દૂર કરવા સોસાયટીના રહીશોમાં માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...