ઋષિકેશ પટેલ ચોથી વાર રિપીટ:વિસનગર બેઠક પર ટિકિટ મળતાં તમામનો આભાર વ્યક્ત કર્યો; તરભ ગામે વાળીનાથ મહારાજના દર્શન કરી આશીર્વાદ લીધા

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ત્રણ ટર્મથી બેઠક પર જીત મેળવનાર ઋષિકેશ પટેલને ટિકિટ આપી છે. જેમાં ઋષિકેશ પટેલને ટિકિટ મળતા કાર્યકર્તાઓ અને પરિવારમાં ખુશી જોવા મળી હતી. જેમાં આતશબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી. ઋષિકેશ પટેલને વિસનગર બેઠક પર ટિકિટ મળતાં તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને ઋષિકેશ પટેલે વિસનગર તાલુકાના તરભ ગામે આવેલા વાળીનાથ મહારાજના દર્શન કરી આશીર્વાદ લીધા હતા.

જયરામ ગિરિ બાપુના દર્શન કરી આશીર્વાદ લીધા
માલધારી સમાજની ગુરુ ગાદી અને આસ્થાના પ્રતિક તરભ વાળીનાથ ધામ ખાતે ઋષિકેશ પટેલને ટિકિટ મળ્યા બાદ કાર્યકરો સાથે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં ઋષિકેશ પટેલે વાળીનાથ ભગવવાનના દર્શન કરી આશીર્વાદ લીધા હતાં તેમજ ગુરુ ગાદીના મહંત જયરામ ગિરિ બાપુના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. અહીં ઋષિકેશ પટેલનું વાળીનાથ મંદિરના મહંત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યકરો પણ જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...