તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વિસનગર અને ગોઠવામાંથી જુગાર રમતાં આઠ ઝડપાયા

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર,તાલુકા પોલીસે 20,920 રોકડ કબજે લીધી

વિસનગર શહેરના દેણપ ત્રણ રસ્તા નજીક શહેર પોલીસે જ્યારે તાલુકાના રંગાકુઇ ગામની સીમમાં તાલુકા પોલીસે બાતમીને અાધારે રેડ કરતાં જાહેરમાં જુગાર રમતા અાઠ શખ્સો ઝડપાઇ ગયા હતા. પોલીસે 20,920 રોકડ કબજે લીધ છે. દેણપ ત્રણ રસ્તા નજીક જુગાર રમી રહ્યા હોવાની બાતમી અાધારે તાલુકા પોલીસે રેડ કરતાં નિતેશભાઇ નનાભાઇ દેવીપૂજક(પાલનપુર), વિજયભાઇ કાન્તિભાઇ પરમાર(પાલનપુર), દેવીપૂજક ભનુભાઇ ભુપતભાઇ(વિસનગર) અને રમેશભાઇ પોપટભાઇ પટણી(અમદાવાદ) જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ અાવ્યા હતા.

પોલીસને ઘટના સ્થળેથી જુગાર સાહિત્ય સાથે 10,720 રોકડ મળી હતી. રંગાકુઇ ગામની સીમમાં અાવેલ જુગાર રમાતો હોવાની તાલુકા પોલીસ પોલીસે ઘટના સ્થળે જઇ રેડ કરતાં નાગજીજી સરદારજી ઠાકોર(કંકુપુરા), વિક્રમસિંહ અણદાજી ઠાકોર(કંકુપુરા), નરેશજી સરદારજી ઠાકોર(કંકુપુરા),ઉદાજી ફતાજી ઠાકોર(ગોઠવા) જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે જુગાર સાહિત્ય સાથે 10,200 રોકડ મળી અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...