વિસનગર બેઠક પર નવા જુનીના એંધાણ!:ઋષિકેશ પટેલના વિરુદ્ધમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અપક્ષ દાવેદારી નોંધાવશે; સભા યોજી ખુલ્લો વિરોધ દર્શાવ્યો

વિસનગર17 દિવસ પહેલા

વિસનગર વિધાનસભાની ચૂંટણીમાં નવા જુનીનાં એંધાણ સર્જાઈ રહ્યા છે. જેમાં વિસનગર ઘણા સમયથી પાર્ટી સાથે જોડાયેલા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુ પટેલે ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલનો ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે. જેમાં કાંસા ગામે સભા યોજી ગામ લોકો પાસેથી સમર્થન માગી વિસનગર વિધાનસભા સીટ પર અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવશે તેવી જાહેરાત કરી હતી. વિસનગરને બચાવો, ભાજપ બચાવો અને ચોરને હટાવો એવા સૂત્રો કરી ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે. આ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અપક્ષ ઉમેદવારી નોંધાવશે
વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થતાની સાથે જ વિસનગર રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે અને નવા જુનીના એંધાણ સર્જાયા છે. જેમાં ભાજપના જ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુ પટેલે ઋષિકેશ પટેલનો વિરોધ કર્યો છે. જેમાં ભાજપ દ્વારા ઋષિકેશ પટેલને ટિકિટ આપતા જશુ પટેલે કાંસા ગામે સભા યોજી ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે. જેમાં જશુ પટેલે ભાજપનો વિરોધ નહિ પરંતુ ઋષિકેશ પટેલનો વિરોધ હોવાનું જણાવ્યું હતું.​​​​​​​

સભામાં ચોરને હટાવવાના સૂત્રો ઉચ્ચારી વિરોધ
કાંસા ગામે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુ પટેલે સભા યોજી અપક્ષમાંથી ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે. જેમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુ પટેલે ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલનો વિરોધ દર્શાવ્યો છે. જેમાં સભામાં ઋષિકેશ પટેલ વિરૂદ્ધ જશુ પટેલે સૂત્રોચાર ઉચ્ચારી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં વિસનગર બચાવો, ભાજપ બચાવો અને ચોરને હટાવો એવા સૂત્રો ઉચ્ચારી વિરોધ દર્શાવ્યો હતો. સભામાં જશુ પટેલે ઋષિકેશ પટેલ સામે ભ્રષ્ટાચારના પણ આક્ષેપો કર્યા છે. આ સભામાં જશુ પટેલે કાંસા ગામનું સમર્થન માગ્યું હતું.

ઋષિકેશ પટેલને બદલી સારા કાર્યકર્તાઓને ટિકિટ આપવા માગ
જશુ પટેલે જણાવ્યું હતું કે, જંક્શનથી માંડીને જનસંઘથી માંડીને અત્યાર સુધી અમે ભાજપનું કામ કર્યું છે. અમારા દ્વારા મને જ ટિકિટ આપો એવું નહિ પરંતુ ઋષિકેશ પટેલને બદલી સારા કાર્યકર્તાઓને ટિકિટ આપો એવું જણાવ્યું હતું. જેમાં હું ભાજપનો જ કાર્યકર છું અને ભાજપનો જ રહીશ. મારો વ્યક્તિગત વિરોધ ઋષિકેશ પટેલ સામે છે. જેથી હું બીજી કોઈ પાર્ટીમાંથી ઉમેદવારી કરીશ નહિ ફકત અપક્ષ ઉમેદવારી કરવાનો છે. જેમાં તાલુકાની પ્રજાના સમર્થન સાથે જ આ ચૂંટણીમાં જીતીને બતાવીશ તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...