તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોશિયલ ડિસ્ટન્સ ભંગ:કોરોનાકાળમાં ગાયક સાગર પટેલે જાહેરમાં કેક કાપી જન્મદિવસ ઊજવ્યો

વિસનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસનગર શહેર ભાજપ પ્રમુખના પુત્ર સામે સોશિયલ ડિસ્ટન્સ ભંગનો ગુનો
  • તિરૂપતિ ગોકુલધામમાં મિત્રો સાથે કેક કાપી ઊજવણીનો વીડિયો વાયરલ થયો

વિસનગર શહેર ભાજપ પ્રમુખ વિજયભાઇ પટેલના પુત્ર અને ગાયક સાગર પટેલે તેના જન્મ દિનની જાહેરમાં કેક કાપી ઊજવણી કરી માણસો એકઠા કરી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ તેમજ મોઢે માસ્ક નહીં પહેર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને પગલે પોલીસે સાગર પટેલ સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો છે.

ગુજરાતી ગીતોના કલાકાર સાગર પટેલનો 3 જૂને જન્મદિન હોઇ 2 જૂને રાત્રે તેમની તિરૂપતિ ગોકુલધામ સોસાયટીની ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેક કાપી માણસો ભેગા કરી જન્મ દિન ઊજવ્યો હતો અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે અંગે ગાંધીનગર સ્ટેટ કંટ્રોલમાંથી આવેલા પત્ર બાદ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા વર્ધી મળતાં હરકતમાં આવેલી શહેર પોલીસે સાગર પટેલ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...