વિસનગર શહેરના દીપરા દરવાજા વિસ્તારમાં રહેતા અને તાલુકા પંચાયતના આધાર કેન્દ્રમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા યુવકે પાલડી ત્રણ રસ્તા નજીક ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકના પિતાએ દીકરાને પૈસાની ઉઘરાણી કરી માર મરાતાં આ પગલું ભર્યું હોવાની ફરિયાદ આપતાં પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દીપરા દરવાજા વિસ્તારમાં રહેતા પિન્ટુકુમાર સુરેશભાઇ પટેલ તા.પં.માં આધારકેન્દ્રમાં કોમ્પ્યુટર ઓપરેટર હતો. પિન્ટુએ પાલડી ત્રણ રસ્તા નજીક હોટલ પાસે દવા પી તેના પરિવારજનોને પટેલ રાકેશ ઉર્ફે ભગા આખલીએ પૈસા લેવા માટે માર મારતાં દવા પીધી હોવાનું જણાવતાં પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ બાદ મહેસાણા ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયો હતો, જ્યાં તેનું મોત થયું હતું.
મૃતકના પિતા સુરેશભાઇ બાજીદાસ પટેલે દીકરો કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી કરતો હતો, પહેલાં સટ્ટાનું કામકાજ કરતો હતો. રાકેશ ઉર્ફે ભગાને પૈસા લેવાના હોઇ ઉઘરાણી કરતો હતો અને દીકરાને હોટલ પાસે બોલાવી મારપીટ કરતાં તેની દહેશતને લઇ ઝેરી દવા પીધાનું જણાવી ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.