વિસનગરમાં દેણપ ચોકડી થી દેણપ ગામ સુધીના આશરે 8 કિમી જેટલો છેલ્લા ઘણા સમયથી ઉબડખાબડ હાલતમાં છે. આ રોડને ઘણા સમયથી બનાવવામાં આવ્યો નથી. તેમજ રોડ પર થીગડા મારી ચલાવવામાં આવી રહ્યો છે. ઉબડખાબડ રોડને કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. જેમાં વાહન ચાલકોને વિસનગર આવવામાં તકલીફ પડી રહી છે. જેને લઇ આ રોડ નવો બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
વિસનગરના દેણપ ત્રણ રસ્તાથી દેણપ ગામ સુધી વાહનોથી સિદ્ધપુર જવા માટે રોડ ધમધમતો રહે છે. જેમાં દેણપ થઈને સિદ્ધપુર જવા માટે આ રોડ તમામ વાહન ચાલકો માટે જરૂરી છે. જેમાં રોડ છેલ્લા ઘણા સમયથી થીગડાં મારીને ચલાવવામાં આવી રહ્યો છે. રોડ પર અમુક જગ્યાએ ખાડા પણ પડી જવા પામ્યા છે અને રોડની હાલત ખરાબ થઇ છે. જેથી દેણપ, કરલી, કાજીઅલિયાસના સહિતના ગામોમાં જવા માટે આ રોડ પરથી પસાર થવું પડે છે. પરંતુ આ રોડ ખરાબ હાલતમાં હોવાથી વાહન ચાલકોની હાલત ખરાબ થઇ શકે છે અને અકસ્માત થવાની પણ ભીતી સેવાઈ રહી છે. તો આ રોડ પરના 300 થી વધુ થીગડા છે. જેથી રોડ પર જલદીની કામગીરી કરવામાં આવે તેવી વાહનોની માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.