ચૂંટણીનો મહાસંગ્રામ:વિસનગર તાલુકાના ગામડાઓમાં આમ આદમી પાર્ટીનો ડોર ટુ ડોર પ્રચાર, 'આપા'ના ઉમેદવાર જયંતિલાલ પટેલ મેદાને

વિસનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગરમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારની સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ પ્રચારમાં નીકળ્યા છે. ગામે ગામ જઈ આમ આદમી પાર્ટીના ઉમેદવાર લોકોને રીઝવવાની કોશિશ કરી રહ્યાં છે. જેમાં વિસનગર તાલુકાના કેટલાય ગામોમાં સભા યોજી ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. ગામડાઓમાં જઈ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયંતિલાલ પટેલ લોકોનો વિશ્વાસ જીતી રહ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે નીકળી પ્રચાર કરી રહ્યા છે.

ત્રણેય પાર્ટીઓના ઉમેદવાર પાટીદાર
વિધાનસભાની આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે. જેમાં વિસનગરમાં આ વર્ષે ભાજપ અને કોંગ્રેસ સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ જંગમાં છે. ત્યારે ત્રણેય પાર્ટીઓના ઉમેદવાર પાટીદાર હોવાથી આ વિધાનસભા સીટ પર ખરાખરીનો જંગ જામશે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયંતિલાલ પટેલ ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે. જ્યાં તેમને સમર્થન પણ મળી રહ્યું છે. જેના લીધે લાગી રહ્યું છે કે વિસનગર વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારને ટક્કર આપશે.

અન્ય સમાચારો પણ છે...