મિલન:15 વર્ષથી ગુમ કાકા સાથે ભત્રીજાઓનું પુન: મિલન થતાં ઉમતા આશ્રમમાં ડી.જે.ના તાલે નાચી ઉઠ્યા

વિસનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલ જિલ્લાના રીંછવાણીના સરપંચની મહેનત ઉમંગ લાવી

વિસનગર તાલુકાના ઉમતા ગામમાં અાવેલ અપના ઘર અાશ્રમમાં 48 વર્ષીય અાધેડનું 15 વર્ષ બાદ સંચાલકો તેમજ પંચમહાલ જિલ્લાના રીંછવાણીના સરપંચની જહેમતથી ભત્રીજાઅો સાથે મિલન થતાં કાકાને જોઇ ભત્રીજાઅોમાં હર્ષ વ્યાપી ગયો હતો અને ડી.જે.ના તાલથી નાચી ઉઠ્યા હતા. અા માનસિક અસ્વસ્થ અાધેડ બે વર્ષ પહેલાં વિસનગરમાં ફરતો હોવાથી તત્કાલિન પી.અાઇ.અે. અપના ઘર અાશ્રમમાં મોકલ્યો હતો.

વિસનગર-ખેરાલુ હાઇવે ઉપર દેણપ ત્રણ રસ્તા નજીક બે વર્ષ પહેલાં માનસિક અસ્વસ્થ અાધેડ ફરતો હોવાથી તત્કાલિન પી.અાઇ. પી.કે.પ્રજાપતિઅે અા અાધેડને અપના ઘર અાશ્રમમાં ભરતી કરાવ્યો હતો જ્યાં અાશ્રમના સંચાલકો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં અાવી હતી. જ્યાં સપ્તાહ પહેલાં પંચમહાલ જિલ્લાના રીંછવાણી ગામના પ્રવિણભાઇ પટેલીયાની પણ અોળખ થતાં તેમના પરિવારજનો તેમને લેવા અાવ્યા હતા તે દરમિયાન રીંછવાણી ગામના સરપંચ મહેન્દ્રસિંહ પટેલીયાઅે અા અાધેડ પણ તેમની બાજુનો હોવાનું લાગતાં તેમણે ફોટો પાડ્યો હતો

અને પંચમહાલ જિલ્લાના અલગ અલગ સ્થળોઅે સોશ્યલ મીડીયાના માધ્યમથી તપાસ હાથ ધરતાં અા અાધેડ પંચમહાલ જિલ્લાના સાલિયા ગામનો તેનું નામ વણઝારા સરદાર હોવાનું જાણવા મળ્યુ ંહતું. જ્યાં સાલિયા ખાતે રહેતા અાધેડના ભત્રીજાઅો વિસનગર અપના ઘર અાશ્રમમાં પોતાના કાકાને લેવા માટે દોડી અાવ્યા હતા અને 15 વર્ષ બાદ કાકાનું મિલન થતાં ડી.જે.ના તાલથી નાચી ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...