ધર્મ સાથે પર્યાવરણનો સંદેશ:વિસનગરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં તુલસીના છોડનુ વિતરણ; કોરોના જેવી મહામારીથી બચવા વધુ ઉપયોગી

વિસનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગરમાં રોટરી ક્લબ ઓફ વિસનગર દ્વારા 75 વર્ષની સેવાયાત્રાના અમૃત પર્વને ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવાના હેતુથી તેમજ સામાજિક શાંતિ અને સદભાવનાના ઉદ્દેશ માટે રોટરીની કાયમી સેવાકીય પ્રવુતિઓના લાભાર્થે આઇ.ટી.આઇ ચોકડી પર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રોટરી ક્લબ દ્વારા આયોજિત આ ભાગવત ગીતામાં પર્યાવરણ પ્રેમી ગ્રીન એમ્બેસેડર જીતુ પટેલ અને વિસનગર વનવિભાગના સહયોગથી વિસનગર સિનિયર સિટીઝન્સ કાઉન્સિલ તેમજ રોટરી ક્લબ વિસનગર દ્વારા દરેક ભક્તોને ધર્મ સાથે પર્યાવરણનો શુભ સંદેશ આપવાના માધ્યમથી 1,111 તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્ર સેવા સાથે માનવતાનું કાર્ય કરવામાં આવ્યું
આ શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહમાં રોટરી ક્લબ દ્વારા તુલસીના છોડનું વિતરણ કરી તેનું જીવનમાં કેટલું મહત્ત્વ છે એ માહિતી આપતું એક કાર્ડ પણ આપવામાં આવ્યું હતું. જ્યાં આ ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત મહાનુભાવો તથા દાતાઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આવા ધાર્મિક પ્રસંગોમાં પર્યાવરણનું મહત્ત્વ સમજાય તે માટે તુલસીના છોડનું વિતરણ કરી આવનાર સમયમાં કોરોના જેવી મહામારીથી બચવા તુલસીના છોડ જે વધુ ઉપયોગી છે. આમ તુલસીના છોડનું વિતરણ કરી એક પ્રકારની રાષ્ટ્ર સેવા સાથે માનવતાનું કાર્ય કરવામાં આવ્યું હતું.

શાસ્ત્રી ઉપરાંત પદાધિકારીઓ હાજર રહ્યાં
આ પ્રસંગે ધર્મગુરુઓ, સંતો, મહંતો, ભાવિક ભક્તો તથા સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ, એપીએમસી ચેરમેન પ્રીતેશ પટેલ, ગુરુકુળ સ્વામિનારાયણ સંસ્થાના ટ્રસ્ટી બી.એલ. શાસ્ત્રી ઉપરાંત પદાધિકારીઓ હાજર રહ્યાં હતા.

તુલસીના રોપા ભાગવત સપ્તાહમાં પ્રસાદ રૂપી વિતરણ
આ અંગે રોટરી પ્રમુખ હિતેશભાઈ એ જણાવ્યું હતું કે, ભાગવત સપ્તાહના પાંચમા દિવસે પર્યાવરણ સાથે આ ઉત્સવને જોડી 1,111 તુલસીના રોપા ગુજરાતના વનવિભાગ તેમજ ગ્રીન એમ્બેસેડર જીતુ પટેલ, સિનિયર સિટીઝનના સહયોગથી 1,111 તુલસીના રોપા ભાગવત સપ્તાહમાં પ્રસાદ રૂપી વિતરણ કર્યું છે.