વિધાનસભા ચૂંટણી 2022:વિસનગર વિધાનસભા સીટ પર 2 દિવસમાં 14 ફોર્મની વહેચણી, એકપણ ફોર્મ ભરાયું નથી

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં ચુંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અમુક બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે 22 વિસનગર વિધાનસભા સીટ પર પણ ભારતીય જનતા પાર્ટીએ ઋષિકેશ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પરંતુ હજુ સુધી કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી દ્વારા કોઈ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે ચૂંટણીમાં ફોર્મ ભરવાની શરૂઆત પણ કરવામાં આવી છે. જેમાં વિસનગર વિધાનસભા સીટ પર હજુ સુધી એક પણ ફોર્મ ભરાયું નથી. જ્યારે 14 ફોર્મની વહેચણી થઈ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, 22 વિસનગર વિધાનસભા બેઠક પર ખરાખરી નો જંગ જામશે. જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીની સાથે કેટલાક ઉમેદવાર અપક્ષમાંથી પણ પોતાની દાવેદારી કરી રહ્યા છે. જેને લઇ વિસનગર વિધાનસભાની સીટ પર ભારે રસાકસી જોવા મળી શકે છે. ત્યારે વિસનગર વિધાનસભા સીટ પર 10 નવેમ્બરથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. ત્યારે બે દિવસમાં વિસનગર વિધાનસભા બેઠક પર એક પણ ફોર્મ હજુ સુધી ભરાયું નથી. તેમજ 14 ફોર્મની વહેચણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...