વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના અનુસાર દિવ્યાંગઓને દિવ્યાંગતા સર્ટિફિકેટ આપવાનું આયોજન કરાયું છે. તે અંતગર્ત વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે મહેસાણા જનરલ હોસ્પિટલ ઓથોરિટી, વિસનગર જનરલ હોસ્પીટલ ઓથોરિટી તેમજ ઉતર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘના સયુંકત ઉપક્રમે વિસનગર જનરલ હોસ્પીટલ ખાતે દિવ્યાંગતા સર્ટિફિકેટ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિસનગર તાલુકા, વિજાપુર તાલુકા તેમજ નજીકના તાલુકાના દિવ્યાંગઓનું રજીસ્ટ્રેશન થયું હતું. તેમનું ચેકઅપ કરી દિવ્યાંગતા સર્ટિફિકેટ રજૂ થાય તે માટેનું આયોજન કરાયું હતું.
આમ વિસનગર સિવિલ હોસ્પિટલમાં વિસનગર સહિત આજુબાજુ તાલુકાના દિવ્યાંગોને દિવ્યાંગતા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. તેમજ સિવિલ હોસ્પિટલમાં લાભાર્થીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગઓને તમામ પ્રકારના ચેકઅપ કરવામાં આવ્યા હતા. તેમજ માય ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા તમામ દિવ્યાંગ લાભાર્થીઓ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ અંગે વિસનગર સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. પારુલબેને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચના મુજબ આખા દેશમાં દિવ્યાંગઓને સૌથી વધારે સર્ટિફિકેટ મળે તે માટે આયોજન કરેલું છે. એ આયોજનના ભાગરૂપે વિસનગર સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગ લોકો માટે કેમ્પનું સુંદર આયોજન કર્યું હતું. જેમાં અમને 150 સર્ટિફિકેટની આશા છે જે અમે આપી શકીશું. જેમાં ઓર્થોપેડીક ડોકટર, માનસિક રોગોના ડોકટર સહિત બધા જ ડોકટરોની સમગ્ર ટીમ આવી હતી. જેમાં વિસનગર, વિજાપુર, ઊંઝા સહિત આજુબાજુના તાલુકાના દિવ્યાંગઓને ફરીથી સર્ટિફિકેટ આપવા કેમ્પ કરવા માટે આયોજન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.