વિસનગર માર્કેટયાર્ડનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું:ખેડૂત વિભાગની 16 બેઠકો માટે ભાજપ-આપ વચ્ચે સીધો ચૂંટણી જંગ

વિસનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારી વિભાગની 4 અને ખરીદ-વેચાણની 2 બેઠકો પર ભાજપ બિનહરીફ, 22મીએ ચૂંટણી

વિસનગર માર્કેટયાર્ડના 16 સભ્યોની ચૂંટણીમાં શનિવારે ફોર્મ પરત ખેંચવાના દિવસે ખેડૂત વિભાગના 44 પૈકી 23 ઉમેદવારોએ, જ્યારે ખરીદ-વેચાણ વિભાગમાં 6 પૈકી 4 ફોર્મ પરત ખેંચાતાં ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. વેપારી વિભાગની 4 બેઠક સામે 4 તેમજ ખરીદ-વેચાણ વિભાગની 2 બેઠક માટે 2 ઉમેદવારો રહેતાં તમામ 6 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. જ્યારે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ભાજપ પ્રેરિત 10 અને આમ આદમી પાર્ટી પ્રેરિત 10 અને એક અન્ય મળી કુલ 21 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

આથી પહેલીવાર ભાજપ અને આપ વચ્ચે આ ચૂંટણી લડાશે. દરમિયાન, ચૂંટણી અધિકારી દ્વારા પ્રતિકની ફાળવણી કરી દેવાઇ છે. 22 નવેમ્બરે ચૂંટણી યોજાશે. ખરીદ-વેચાણ મંડળી વિભાગમાં ભાજપ પ્રેરિત તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પટેલ અંકિતભાઇ મફતલાલ અને કોંગ્રેસના જૂના કાર્યકર અને એપીએમસી ડિરેક્ટર ચૌધરી હરેશભાઇ લવજીભાઇને બિનહરીફ થયા છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે એપીએમસીની ચૂંટણીમાં કોઇ ઉમેદવારી નોંધાવી નથી. તો આમ આદમી પાર્ટીએ પેનલ બનાવી એપીએમસીમાં ભાજપને ટક્કર આપવા 11 ઉમેદવારોને ઉતાર્યા છે.

ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારો
પટેલ જ્યંતિભાઇ ગોપાળદાસ, પટેલ લક્ષ્મણભાઇ કાશીરામ, પટેલ પ્રિતેશકુમાર પ્રભુદાસ, પટેલ મહેન્દ્રભાઇ જેઠાભાઇ, પટેલ રાજેન્દ્રકુમાર કાનજીભાઇ, પટેલ નટવરલાલ ઇશ્વરદાસ, પટેલ ભરતભાઇ શંભુભાઇ, ચાૈધરી રાજેન્દ્રભાઇ લવજીભાઇ, ચાૈધરી જસવંતભાઇ જેસંગભાઇ, ચાૈધરી ભરતભાઇ જીવણભાઇ

આપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારો
પટેલ હરેશકુમાર મણીલાલ, પટેલ કાળીદાસ શંકરદાસ, પટેલ યોગેશકુમાર અમૃતભાઇ, પટેલ રમેશભાઇ ઉગરાભાઇ, પટેલ લક્ષ્મણભાઇ પ્રભુદાસ, પટેલ ગજેન્દ્રકુમાર દશરથભાઇ, પટેલ હસમુખભાઇ મગનભાઇ, પટેલ તરૂણકુમાર મણીલાલ, ચાૈધરી ભરતભાઇ હેમરાજભાઇ, ઠાકોર પ્રવિણજી કાન્તિજી

અન્ય સમાચારો પણ છે...