તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:ઉત્તર ગુજરાતના 10 શહેરો અને 1008 ગામ-પરામાં 10-11 જૂને ધરોઇનો પાણીકાપ

વિસનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લાની 1008 પ્રાથમિક અને 376 હાઇસ્કૂલો છાત્રો વિના ખુલશે
 • ધરોઈ યોજનામાં રિપેરિંગ કામગીરીને લઇ બે દિવસ પાણી પુરવઠો બંધ રહેશે

સતલાસણા તાલુકાના વાવ સ્થિત ધરોઈ પાણી પુરવઠા યોજના દ્વારા મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના 10 શહેરો તેમજ 694 ગામડાં અને 314 પરાં વિસ્તારમાં શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. વાવ પ્લાન્ટ ખાતે રિપેરિંગની કામગીરી કરવાની હોવાથી તા. 10 જૂનને ગુરુવારે સવારે 6 વાગ્યાથી 11 જૂન શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ રખાશે. આથી ધરોઇ ઉપર નિર્ભર શહેરો અને ગામડાઓમાં પાણીની કટોકટી સર્જાશે.

વિસનગર શહેર ધરોઈના પાણી ઉપર જ મોટેભાગે નિર્ભર છે અને અગાઉ વાવાઝોડા સમયે પણ શહેરમાં પાણીની ગંભીર કટોકટી સર્જાઈ હતી, જેથી પાણી બંધ રહે તો શહેરીજનોને ભારે મુશ્કેલી ઉભી થાય છે. નગરપાલિકાએ પાલિકાના વોટરવર્કસ કમિટી દ્વારા પાણી બંધ રહેવાનું છે તેની જાણ શહેરીજનોને કરી દઈ પાણીનો સંગ્રહ કરવા જણાવાયું છે.

આ 10 શહેરોમાં પાણીકાપ

 • વિસનગર
 • વડનગર
 • ખેરાલુ
 • ઊંઝા
 • સિદ્ધપુર
 • પાલનપુર
 • કાણોદર
 • છાપી
 • દાંતા
 • અંબાજી
અન્ય સમાચારો પણ છે...