તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:રિપેરિંગ મુલત્વી રખાતાં ધરોઇનું પાણી ચાલુ રહેશે

વિસનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર ગુજરાતમાં 2 દિવસનું પાણીસંકટ ટળ્યું
  • 10 અને 11 જૂને પાણીકાપની જાહેરાત કરાઇ હતી

ધરોઇ પાણી પુરવઠા યોજના દ્વારા સમારકામને લઇ તા.10 અને 11 જૂનના રોજ પાણીકાપની કરાયેલી જાહેરાત હાલ પૂરતી મોકૂફ રખાઇ હોવાનું ધરોઇ યોજનાના સૂત્રોએ જણાવ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસનો પાણીકાપ બંધ રખાતાં હાલ પૂરતું ઉ.ગુ.ના માથે પાણી સંક્ટ ટળ્યું છે.

સતલાસણા તાલુકાના વાવ સ્થિત વોટર હેડવર્ક્સ ખાતે રિપેરિંગ કરેલા બે પમ્પના સેક્શન બદલી દીધા હોઈ હવે સેક્શન સમ્પની 1400 મીમી પાઇપના સેક્શન બેન્ડ ફીટ કરવાના તથા કહોડા લાઇનમાં સેક્શન બેન્ડ કાઢી બંધ ફ્લેન્ઝ ફીટ કરવાની હોઇ બે દિવસ પાણી પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરાઇ હતી.

ધરોઇ પાણી પુરવઠા યોજનાના એન્જિનિયર ડી.વી. મંડીવાલાએ જણાવ્યું કે, સમારકામની કામગીરી હાલ પૂરતી મોકૂફ રખાતાં પાણી પુરવઠો રાબેતા મુજબ ચાલુ રહેશે અને રિપેરિંગ કરવાનું થાય ત્યારે આગોતરી જાણ કરાશે. ઉલ્લેખનીય છે કે, ધરોઈ પાણી પુરવઠા યોજના દ્વારા મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના 10 શહેરો તેમજ 694 ગામડાં અને 314 પરાં વિસ્તારમાં શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...