તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:10 શહેરો અને 1008 ગામમાં આજે ધરોઇનું પાણી નહીં મળે

વિસનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાનાં
  • વીજકંપનીના શટડાઉનને લઇ પ્લાન્ટ બંધ રહેશે

સતલાસણા તાલુકાના વાવ સ્થિત પ્લાન્ટ ઉપર ગુરુવારે વીજકંપની દ્વારા અપાયેલા શટડાઉનને પગલે ધરોઇ યોજનામાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાનાં 10 શહેરો અને 1008 ગામ-પરામાં અપાતો પાણી પુરવઠો બંધ રહેશે. જે વીજ કંપનીની કામગીરી પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ શરૂ થઇ જશે.

વાવ સ્થિત ધરોઈ પાણી પુરવઠા યોજના દ્વારા ઉ.ગુ.માં શુદ્ધ પીવાનું પાણી પૂરું પડાય છે. જેટકો દ્વારા વીજ પુરવઠો બંધ રાખવામાં અાવનાર હોવાથી ગુરુવારે પાણી પુરવઠો બંધ રહેશે. સૂત્રોએ જણાવ્યું કે, ગુરૂવારે વીજકંપની દ્વારા શટડાઉન અપાયું છે, જેના કારણે પાણી પુરવઠો બંધ રાખવામાં આવનાર છે. વીજ કંપનીની કામગીરી પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ પાણી પુરવઠો શરૂ કરી દેવામાં આવશે. યોજના દ્વારા પાણી પુરવઠો બંધ રાખવાની જાહેરાત સંબંધિત વિભાગોને કરી દેવાઇ છે.

આ શહેરોમાં પાણીકાપ
વિસનગર, વડનગર, ખેરાલુ, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, કાણોદર, છાપી, દાંતા, અંબાજી

અન્ય સમાચારો પણ છે...