શ્રદ્ધા કે અંધશ્રદ્ધા?:700 વર્ષ જૂની ધૂણીના અલગ-અલગ રોગો મટાડાવા સહિતના અજીબોગરીબ ચમત્કાર થતા હોવાનો દાવો, ગુરૂ પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ ધૂણીના દર્શન કર્યા

વિસનગર3 મહિનો પહેલા
  • આજે ગુરૂ પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ધૂણીના દર્શન કર્યા

વિસનગર તાલુકાના સદુથલા ગામે કૈલાસ ટેકરી ખાતે આવેલી ધૂણી પર ભક્તોને અખંડ શ્રદ્ધા છે. કૈલાસ ટેકરી પરની ધૂણીએ ભક્તોને મોતના મુખમાંથી બચાવ્યા હોવાનો લોકોનો દાવો છે. કૈલાસ ટેકરી ખાતે ગુરૂ વાઘપુરી બાપુ અને ગુરૂ ઉમેદપુરી બાપુ થઈ ગયા. કૈલાસ ટેકરી ખાતેની આ ધૂણીની ભભૂતિ લેવા માટે દેશ વિદેશમાંથી ભાવિક ભક્તો અહી આવે છે. આજે ગુરૂ પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આ ધૂણીના દર્શન કર્યા હતા અને ધૂણીની ભભૂતિના પણ દર્શન કરી ગુરૂના આશીર્વાદ લીધા હતા.

700 વર્ષ જૂની ધૂણીનો ઈતિહાસ
આ અંગે દિવ્ય ભાસ્કરે પૂછતાં મંદિરના સેવક વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે સદુથલા ગામે કૈલાસ ટેકરી પર આશરે 700 વર્ષ પહેલાં સૌપ્રથમ વાઘપૂરી મહારાજે ટેકરી પર છાણું સળગાવ્યું હતું. જ્યાં વધેલું છાણુ જમીનમાં દાટી ફરીથી બે ત્રણ માસ પછી વાઘપુરી મહારાજ આ જગ્યા પર આવ્યા ત્યારે છાણું અચાનક સળગતું જોયું. તેથી આ જગ્યાને પ્રભાવી સમજી આ જગ્યા પર તપ કર્યું. ત્યાર પછી જે જગ્યાએ છાણુ દાટેલું તે જ 700 વર્ષ જૂની ધૂણી છે, જે આજે પણ ચાલુ છે અને ભાવિક ભક્તો દેશ વિદેશમાં લઈ જાય છે.

​​​

અન્ય સમાચારો પણ છે...