4 માર્ચે 'કોન્સ એન્ડો' દિવસની ઉજવણીના ભાગરૂપે નરસિંહ પટેલ ડેન્ટલ કૉલેજ દ્વારા મેગા ડેન્ટલ કેમ્પનું આયોજન ઊંઝા તાલુકાના ઐઠોર ખાતે કરવામાં આવશે. કોન્સ એન્ડો દિવસ દાંત સંબંધિત સમસ્યા વિશે જાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવે છે. આ કેમ્પનું આયોજન વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને નરસિંહ પટેલ કૉલેજના કન્ઝર્વેટિવ ડેન્ટીસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટિક્સ વિભાગના ઉપક્રમે કરવામાં આવી રહ્યું છે.
એન્ડોડોન્ટિક્સ દંત ચિકિત્સાની સદાબહાર શાખા
આ દિવસ એન્ડોડોન્ટિક્સ અને પુનઃસ્થાપન દંત ચિકિત્સા ક્ષેત્રના મહત્ત્વ વિશે સમજાવે છે. તેને દંત ચિકિત્સાની સદાબહાર શાખા તરીકે ગણવામાં આવે છે. જે દાંતો પુનઃસ્થાપિત કરી સારા કરવા, ખરાબ રીતે તૂટી ગયેલા દાંત માટે એન્ડોડોન્ટિક પુનઃસ્થાપન, પીડા દાંત માટે બ્લીચિંગ જેવી દાંતની મોટાભાગની સમસ્યાઓ માટે નવીનતમ સારવાર પૂરી પાડે છે.
ડાહપણની દાઢનું નિઃશુલ્ક નિદાન કરાશે
કાર્યક્ષમતા અને દીર્ધાયુષ્ય સાથે દાંતની ક્ષમતાને જાળવી રાખે છે. તે ઉપરાંત નિઃશુલ્ક દાંત અને મોઢાના કેન્સરની, બાળકોના ફાટેલા હોઠ-તાળવાંની તથા મોઢાના જોઈન્ટની તપાસ પણ આ કેમ્પમાં કરવામાં આવશે. આ ઉપરાંદ રોડ ટ્રાફિકની સલામતી માટે જાગૃતિ લાવવા સેમિનાર પણ યોજવામાં આવશે. આ કેમ્પમાં ડાહપણની દાઢ, ઢીલા પડી ગયેલા દાંતની સારવાર નિઃશુલ્ક કરવામાં આવશે.
4 માર્ચે કેમ્પનું આયોજન
કેમ્પનું આયોજન 4 માર્ચે ઊંઝા તાલુકાની એમ.એચ.પટેલ હાઈસ્કૂલ, ઐઠોર મુકામે કરવામાં આવ્યું છે. બધા ગામના લોકોને આ કેમ્પનો લાભ ઉઠાવવા અને બીજા લોકોને પણ આ સંદર્ભે જાગૃત કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
શા માટે ઉજવાય છે આ દિવસ?
લોકોમાં પરંપરાગત દંત ચિકિત્સા વિશે જાગૃતિ લાવવા અને મોઢાને કેવી રીતે સ્વસ્થ રાખી શકાય તે વિશે જાગૃતિ લાવવા તેની ઉજવણી કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.