"ગૌચરની જમીનો ખાલી કરાવો":વિસનગરમાં ગૌચર પરના દબાણો દૂર કરવા માટે માગ; કોંગ્રેસ માલધારી સેલ તાલુકા પ્રમુખે ચીફ ઓફિસરને રજૂઆત કરી

વિસનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગર શહેર અને તાલુકાની હદમાં આવેલા ગૌચર પરના દબાણો દૂર કરવા માટે મહેસાણા જિલ્લા કોંગ્રેસ મંત્રી તેમજ કોંગ્રેસ માલધારી સેલ તાલુકા પ્રમુખ હેમુભાઈ રબારીએ વિસનગર નગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરી છે.

જમીન ખાલી કરાવી ઢોરો માટે ખુલ્લી કરવામાં આવે તેવી માંગ
વિસનગર તાલુકા તથા શહેરમાં ભૂતકાળમાં ગૌચર થકી તાલુકા તથા શહેરના દરેક સમાજના પશુધનનો નિભાવ થતો હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સરકારના આંખ આડા કાન તેમજ સરકારની ઢીલી નીતિના કારણે દબાણો વધ્યા છે. આ માંગણી કોઈ સરકારની નહિ પરંતુ ગૌચર હિત વિચારતા દરેક સમાજ ઇચ્છે છે. જે ગૌચર માપ અંદાજે 220 જેવી વીઘા જેવી જમીન છે જે લોકો કબજો કરીને બેઠા છે. જે ખાલી કરાવી ઢોરો માટે ખુલ્લી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અમારો પ્રશ્ન સરકારને સમજવાની જરૂર - હેમુભાઈ રબારી
​​​​​​​આ અંગે મહેસાણા જિલ્લા કોંગ્રેસ મંત્રી અને કોંગ્રેસ માલધારી તાલુકા પ્રમુખ હેમુભાઈ રબારીએ જણાવ્યું હતું કે આ ગુજરાતની અંદર ગાયો બાબતે લોકોને તકલીફ પડે છે એ અમને સારું લાગતું નથી. અમારો એક પ્રશ્ન છે વિસનગર શહેર અને તાલુકામાં 218 વીઘાના મારી જોડે ઉતારા છે, ગૌચરના આ પ્રૂફ છે મારી જોડે. લોકમુખે તો એવું ચર્ચાય છે કે ટોટલ 800 વીઘા જેવું ગૌચર છે. તો સરકારને અમારી એવી વિનંતી છે કે સરકારને અમે રજૂઆત કરીએ છીએ કે જલદીમાં જલદી આ નિર્ણય લો. આ ગૌચરને ખાલી કરાવો તો અમે માલધારી ગૌચર ખાલી કરાવો. અમે ગાયો લઈને વસવાટ કરી લઈએ. બજારમાં કોઈ ગાય આવે નહિ. ગાય બાબતે કોઈને વગાડે કોઈ હેઠું પડે તો અમને દુઃખ લાગે છે, તો અમારો પ્રશ્ન સરકારને સમજવાની જરૂર છે.

વિસનગરમાં જ 218 વીઘાના ઉતારા છે - હેમુભાઈ રબારી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિસનગરમાં જ 218 વીઘાના ઉતારા છે. તો ગુજરાતમાં જ કેટલું ગૌચર હશે. તો અમારી એટલી વિનંતી છે કે જલદીમાં જલદી નિર્ણય લે અને માલધારી સમાજને પણ 2 હાથ જોડી વિનંતી છે કે અમે તો રાજકારણમાં છીએ, બસ આવનારા સમયમાં માલધારી સમાજ આ ગૌચર માટે લડજો.

અન્ય સમાચારો પણ છે...